મંગળા રોડ પર કોવિડ હોસ્પિટલમાં આગ દર્દીઓને રેસ્કયુ કરાયા: અંતે મોકડિ્રલ જાહેર

  • May 07, 2021 02:30 AM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

કોરોનાકાળ વચ્ચે રાયમાં કોવિડ હોસ્પિટલમાં આગની કમનસીબ ઘટનાઓ બની ચુકી હોય ત્યારે આવી સ્થિતિમાં તાકીદે પહોંચી વળવા માટે તત્રં દ્રારા સમયાંતરે મોકડ્રીલ યોજવામાં આવતી હોય છે. આજરોજ શહેરના મંગળા રોડ પર આવેલી ક્રિષ્ના કોવિડ હોસ્પિટલમાં મોકડ્રીલનું આયોજન કરવામાં આવ્યું હતું.

 


જેમાં સવારે ૧૧ વાગ્યે કોવિડ હોસ્પિટલમાં આગ લાગવાનો બનાવ બન્યો હતો જેની જાણ થતાં એ.સી.પી એસ.આર.ટંડેલના માર્ગદર્શન હેઠળ એ.ડિવિઝન પોલીસ મથકના પી.આઇ સી.જી.જોશીની રાહબરીમાં પોલીસ ટીમ તાકીદે અહીં પહોંચી ગઈ હતી તેમજ ફાયરની ટીમ અને ૧૦૮ નો સ્ટાફ પણ અહીં આવી પહોંચ્યો હતો. હોસ્પિટલમાંથી પાંચ દર્દીઓને ઈમરજન્સી ફાયર ફાઈટરના કર્મચારીઓએ રેસ્કયુ કરી બચાવ્યા હતા.અંતે મોકડિ્રલ સફળ થયાનું જાહેર કરવામાં આવ્યો હતો. મોકડ્રીલના દ્રશ્ય તસવીરમાં નજરે પડે છે.


લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


કોરોના અંગેના મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં.  99251 12230  

View News On Application
RELATED NEWS