ટ્રીનીટીમાં આગ: ટીપી-ફાયરબ્રિગેડની ઢાંકપિછોડા નીતિ

  • March 20, 2021 05:25 PM 

રાજકોટ મહાપાલિકાના પચ્છિમ ઝોન હેઠળના વોર્ડ નં.9માં રૈયા ચોકડીથી રૈયા ગામ તરફ જવાના રસ્તે સેલસ હોસ્પિટલ નજીક આવેલા નિમર્ણિાધિન ટ્રીનીટી-એ ટાવર નામના બિલ્ડિંગમાં ગત મધરાત્રે એકાએક આગ ભભૂકી હતી અને આ અંગે ફાયરબ્રિગેડને જાણ કરાતાં રામાપીર ચોકડી ફાયરબ્રિગેડ સ્ટેશન અને કનક રોડ ફાયરબ્રિગેડ સ્ટેશનથી બે ફાયર ફાઈટર દોડાવીને અડધો કલાક સુધી પાણીનો મારો ચલાવી આગ બૂઝાવવામાં આવી હતી. આ સમગ્ર ઘટનાનું મુળ કારણ શોધી તારણ પર આવવાના બદલે ટાઉન પ્લાનિંગ બ્રાન્ચ અને ફાયરબ્રિગેડ શાખા એકમેક પર જવાબદારીની ફેંકાફેંકી કરી જવાબદારોને છાવરવા અને બનાવ પર પાણીઢોળ કરવા માટે ઢાંકપિછોડા નીતિ અપ્નાવી રહ્યાનું ચચર્ઈિ રહ્યું છે.

 

 

ફાયરબ્રિગેડના સૂત્રોના જણાવ્યા મુજબ ગત રાત્રે 1-15 કલાકે ફાયરબ્રિગેડને એવો કોલ મળ્યો હતો કે રૈયારોડ પર આવેલા ટ્રીનીટી ટાવર-એ બિલ્ડિંગના બીજા માળે આગ ભભૂકી છે. કોલ મળતાની સાથે બે ફાયર ફાઈટર રવાના કરાયા હતા અને આગ બૂઝાવવામાં આવી હતી. સ્થળ પરથી એવું જાણવા મળ્યું હતું કે ત્યાં આગળ એક મમાં ફર્નિચર કામ ચાલુ હતું અને આગ ભભૂકી હતી. જો કે કયા કારણોસર આગ ભભૂકી હતી તેમજ કેટલું નુકસાન થયું તે સહિતની કોઈ વિગતો ફાયરબ્રિગેડને જાણવા મળી નહીં હોવાનું જણાવ્યું હતું. શહેરના કોઈપણ વિસ્તારમાં કોઈ બિલ્ડિંગ નિમર્ણિાધિન હોય અને ત્યાં આગળ આગ ભભૂકે તો તે મામલે બીપીએમસી એકટ, ટીપી એકટ, જીડીસીઆર સહિતની જોગવાઈઓ અનુસાર ટાઉન પ્લાનિંગ બ્રાન્ચ અને ફાયરબ્રિગેડ બ્રાન્ચે સવિશેષ તપાસ કરવાની રહે અને જો કયાંય પણ કાયદા કે નિયમોનો કે પેટા નિયમોનો ભંગ થયાનું જણાય તો કાર્યવાહી કરવાની હોય છે પરંતુ ઉપરોકત કિસ્સામાં આવી કોઈ કાર્યવાહી કરવામાં આવી નથી કે કરવાનો તંત્રનો ઈરાદો હોય તેવું પણ જણાતું નથી. આ પ્રકરણમાં આગ લાગવાના કારણ અંગે તર્ક-વિતર્કો થઈ રહ્યા છે. બીજીબાજુ ટાઉન પ્લાનિંગ બ્રાન્ચ અને ફાયરબ્રિગેડ બ્રાન્ચ લૂલો બચાવ કરવાની ભૂમિકામાં આવી ગઈ છે. કારણ અને નુકસાનીની વિગતો જાહેર કરવાના બદલે છૂપાવાઈ રહી છે જે બાબત પણ સંદિગ્ધ હોવાનું અનુમાન થઈ રહ્યું છે. જો સમગ્ર પ્રકરણની તપાસ થાય તો ભવિષ્યમાં શહેરમાં આવા બનાવો બનતા અટકાવી શકાય છે અને શહેરીજનોની સુખ-શાંતિ અને સલામતી જળવાઈ રહે તે માટે કરવાપાત્ર થતી જરી કામગીરી કરવાની વ્યવસ્થા નિમર્ણિ કરી શકાય છે.

 

હું તપાસ કરવા સૂચના આપું છું: ડે.કમિશનર
ટ્રીનીટી ટાવર-એ બિલ્ડિંગમાં આગ ભભૂકતા આ બનાવ અંગે ફાયર એન્ડ ઈમરજન્સી વિભાગ જેમના કાર્યક્ષેત્રમાં આવે છે તે ડેપ્યુટી કમિશનર બી.જી. પ્રજાપતિનો સંપર્ક સાધતા તેઓ તો આ સમગ્ર બનાવથી જ અજાણ હતા અને આગ લાગ્યા અંગે કોઈ બાબત તેમના ધ્યાનમાં ન હતી છતા તેમણે જણાવ્યું હતું કે, હં બનાવની જાણકારી મેળવીને તપાસ કરવા સૂચના આપું છું !

 

ફાયર પર ટોપલો ઢોળીને હાથ ખંખેરતા ટીપીઓ
રૈયારોડ પરના બિલ્ડિંગ ટ્રીનીટી ટાવર-એમાં ગત રાત્રે આગ ભભૂકયાની ઘટના અંગે ટાઉન પ્લાનિંગ ઓફિસર એમ.ડી. સાગઠિયાનો સંપર્ક સાધતા તેમણે આ બાબતે કોઈ ટીકા-ટીપ્પણી કરવાના બદલે સમગ્ર મામલો ફાયરબ્રિગેડના કાર્યક્ષેત્રમાં આવે તેમ જણાવી જવાબદારીમાંથી હાથ ખંખેરી નાખ્યા હતા. તેમણે ઉમેર્યું હતું કે, કોઈપણ બિલ્ડિંગ નિમર્ણિાધિન હોય ત્યારે તેનું પ્રોવિઝનલ ફાયર એનઓસી ફાયરબ્રિગેડ વિભાગ દ્વારા જ આપવામાં આવતું હોય છે અને તે સમયે તેમણે ચકાસણી કરી હોય છે. જ્યારે બિલ્ડિંગનું કામ પૂર્ણ થાય ત્યારબાદનું ફાઈનલ એનઓસી પણ ફાયરબ્રિગેડ દ્વારા જ અપાતું હોય છે. આથી આગ લાગવાની ઘટના કોઈપણ કારણોસર બની હોય તો તે અંગે ફાયરબ્રિગેડ વિભાગનું જ કાર્યક્ષેત્ર આવે. ટાઉન પ્લાનિંગ બ્રાન્ચ આમાં કોઈ જ તપાસ કરી શકે નહીં.

 


ફાયર સ્ટેશન ઓફિસર સાચીયાનો ફોન સવારથી સતત નો-રિપ્લાય !
રૈયારોડ પરના ટ્રીનીટી-એ ટાવરમાં આગ ભભૂકયા બાદ ત્યાંથી નજીકમાં આવેલા રામાપીર ફાયર સ્ટેશન ખાતેથી ફાયર ફાઈટર રવાના કરાયા હતા અને ત્યાં આગળ ફરજ પર રહેલા સ્ટેશન ઓફિસર સાચીયા સ્થળ પર પહોંચ્યા હતા તેમની પાસેથી ઘટના અંગેની વિગતો મેળવવા તેમનો સંપર્ક કરવામાં આવ્યો હતો પરંતુ આજે સવારથી તેમનો ફોન સતત નો-રિપ્લાય થઈ રહ્યો છે.

 

ચીફ ફાયર ઓફિસર પગલાં લેવાને બદલે છાવરવાના મૂડમાં
રૈયારોડ પરના ટ્રીનીટી ટાવર-એમાં ભભૂકેલી આગના મામલે મહાપાલિકામાં તાજેતરમાં જ નિમણૂક મેળવનાર ચીફ ફાયર ઓફિસર ઈલેશ ખેરનો સંપર્ક સાધતા તેમણે આ ઘટના અંગે તપાસ કરીને જવાબદારો સામે કાર્યવાહી કરવા કે પગલાં લેવા અંગે કોઈ નિર્દેશ આપવાના બદલે અકસ્માતે આગ લાગી હોય તેવું બની શકે તેમ જણાવીને સમગ્ર ઘટના અંગે જવાબદારોને છાવરવા પ્રયાસ કર્યો હોય તેવું ચિત્ર ઉપસ્યું હતું.

 

રૈયારોડ પર આવેલા ટ્રીનીટી ટાવરના ફ્લેટમાં રાત્રીના આગશહેરના રૈયા રોડ પર આવેલા ટ્રીનીટી ટાવરના ફ્લેટમાં મોડી રાત્રીના આગ ભભૂકી ઉઠી હતી.આગ લાગ્યાની જાણ થતા બે ફાયર ફાઇટર તાકીદે બનાવસ્થળે પહોંચી ગયા હતા.અને અડધો કલાક પાણીનો મારો ચલાવી આગ પર કાબુ મેળવ્યો હતો.એક ફ્લેટમાં ફર્નીચર કામ ચાલી રહ્યું હતું ત્યાં આગ લાગી હતી.અહીં કામ કરનાર મજૂરોએ મચ્છર ભગાડવા માટે ધુમાડો કર્યો હોય તેના લીધે આગ લાગી હોવાનું પ્રાથમિક તારણ સામે આવ્યું હતું.

 


આગની આ ઘટના અંગે જાણવા મળતી વિગતો મુજબ, શહેરના રૈયા રોડ પર આવેલા ટ્રીનીટી ટાવર એ ના બીજા માળે મોડીરાત્રીના પોણા એક વાગ્યે આગ ભભૂકી ઉઠી હતી. જેની જાણ થતા ફાયર બ્રિગેડની ટીમ તાકીદે અહીં પહોંચી હતી અહીં આવી જોતા બીજા માળે આવેલા ફ્લેટમાં આગ લાગી હોવાનું માલુમ પડ્યું હતું જેથી બે ફાયર ફાઈટરોની મદદ લઈને સતત અડધો કલાક પાણીનો મારો ચલાવી આગ પર કાબુ મેળવ્યો હતો. આગની ઘટના અંગે વિશેષમાં જાણવા મળતી વિગતો મુજબ બિલ્ડિંગના બીજા માળે આ આગ લાગી હતી અહીં બીજા માળે આવેલા ફ્લેટમાં ફર્નિચરનું કામ ચાલુ હતું દરમિયાન આગની ઘટના બની હતી જો કે ફાયર બ્રિગેડના સ્ટાફે તુરંત અહીં પહોંચી પાણીનો મારો ચલાવી આગ પર કાબુ મેળવ્યો હતો. અહીં ફ્લેટમાં કામ કરનાર કારપેન્ટરો રાત્રિના મચ્છરો વગાડવા માટે ધુમાડો કર્યો હતો બાદમાં તેઓ પોતાનું કામ પૂરું કરી ચાલ્યા ગયા હતા મચ્છર ભગાડવા માટે કરેલા આ ધુમાડાને લીધે આગ લાગી હોવાનું પ્રાથમિક તારણ સામે આવ્યુ હતું આજની આ ઘટનામાં ફર્નિચર પડી ગયાનું જાણવા મળ્યું છે.


લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


કોરોના અંગેના મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં.  99251 12230  

View News On Application
RELATED NEWS