કેરળમાં એક જ પરીવારના 5 સભ્યો કોરોનાગ્રસ્ત, એરપોર્ટ પર ન આપી સાચી માહિતી

  • October 28, 2020 11:34 AM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

કેરળમાં એક પરિવારનાં 5 સભ્યો કોરોના વાયરસથી પીડિત હોવાનું સામે આવ્યું છે. આ પરિવારના ત્રણ સભ્યો  તાજેતરમાં જ ઇટલીથી પરત ફર્યા હતા. કોરોના વાયરસથી પીડિત 5 લોકોમાં એક બાળકનો પણ સમાવેશ થાય છે. તમામમાં વાયરસના લક્ષણો જોવા મળતા તેમને હોસ્પિટલમાં આઈસોલેશન વોર્ડમાં રાખવામાં આવ્યા હતા. જ્યાર બાદ તેમનો રીપોર્ટ પોઝિટિવ આવતાં તેમની સારવાર શરુ કરી દેવામાં આવી છે. 

 

કેરળની સ્વાસ્થ્ય મંત્રીએ આ અંગે જણાવ્યું હતું કે, આ પરીવારના ત્રણ સભ્યો જે ઈટલીથી પરત ફર્યા હતા તેમણે એરપોર્ટ પર પોતાના પ્રવાસની જાણકારી આપી ન હતી અને તેમણે તપાસ પણ કરાવી ન હતી. જેના કારણે તેમના પરીવારના અન્ય બે સભ્યોને પણ કોરોનાનો ચેપ લાગ્યો. હાલ આ 5 લોકો સારવારમાં છે અને તે જે સંબંધીઓના સંપર્કમાં આવ્યા હતા તેમને પણ અંડર ઓબઝરવેશન રાખવામાં આવ્યા છે. 


લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


કોરોના અંગેના મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં.  99251 12230  

View News On Application
RELATED NEWS