રાજકોટમાં ફ્લડ કંટ્રોલ રૂમ એકાદ સપ્તાહ વહેલો શરૂ કરી દેવાયો

  • May 25, 2021 10:35 AM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

ચોમાસાની આગામી સિઝનમાં પૂર કે કુદરતી આફતની પરિસ્થિતિને પહોંચી વળવા માટે આગામી તારીખ 1 જૂનથી કંટ્રોલરૂમ શરૂ કરવાની સૂચના રાજ્ય સરકાર તરફથી આપવામાં આવી છે દર વર્ષે જૂન માસના પ્રથમ સપ્તાહમાં જ કંટ્રોલરૂમ શરૂ થતા હોય છે પરંતુ રાજકોટ જિલ્લા કલેકટર કચેરીમાં આજથી કંટ્રોલરૂમ શરૂ કરી દેવાયો છે.

 


કલેકટર કચેરીના સૂત્રોના જણાવ્યા મુજબ તાઉતે વાવાઝોડાના કારણે ગયા સપ્તાહે કંટ્રોલરૂમ શરૂ કરી દેવામાં આવ્યો હતો અને તે લાંબો સમય સુધી ચાલુ રાખવામાં આવ્યો હતો હવે બંગાળની ખાડીમાં નવું વાવાઝોડું સર્જાયુ છે તેની અસર ગુજરાતમાં આવે તેવી કોઈ શક્યતા નથી આમ છતાં ચોમાસાની સિઝનને આડે હવે લાંબો સમય બાકી નથી ત્યારે જૂન માસના પ્રથમ સપ્તાહ ને બદલે મે માસના અંતિમ સપ્તાહમાં કંટ્રોલરૂમ શરૂ કરી દેવાયો છે.

 


વષર્ઋિતુ-2021માં ભારે વરસાદ, પૂર, વાવાઝોડા સર્ંદભે રાજકોટ જિલ્લાકક્ષાનું ઇમરજન્સી ઓપરેશન સેન્ટર, જિલ્લા સેવા સદન ખાતે રાઉન્ડ ધી કલોક કંટ્રોલ રૂમ કાર્યરત છે. આ જિલ્લા કંટ્રોલ રૂમનો ફોન નં. 0281-2471573 તેમજ ટોલ ફ્રી નં. 1077 છે. તેમ કલેકટરે જણાવાયુ છે.


લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


કોરોના અંગેના મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં.  99251 12230  

View News On Application
RELATED NEWS