ગુજરાતમાં ફરી ધૂમ્મસ: ગરમીની સાથે બફારો વધ્યો

  • March 22, 2021 01:51 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

સૌરાષ્ટ્ર-કચ્છ સહિત રાજ્યના મોટાભાગના વિસ્તારોમાં આજે સવારે ફરી ધૂમ્મસ જોવા મળ્યું હતું અને તેના કારણે અનેક ફલાઈટના શેડયુલ ખોરવાઈ જવાની સાથોસાથ માર્ગ પરિવહનને વિપરીત અસર પહોંચી હતી. હવામાન ખાતાના જણાવ્યા મુજબ આજે સુરતમાં સવારે ભેજનું પ્રમાણ ૯૫ ટકા, કેશોદમાં ૯૪, પોરબંદરમાં ૯૦, દ્વારકામાં ૯૨, વેરાવળમાં ૮૭, કંડલામાં ૯૪ ટકા નોંધાયું હતું.

હવામાન ખાતાના જણાવ્યા મુજબ વાતાવરણમાં આવેલા  આ પલટાને કારણે આજથી બે દિવસ માટે મહત્તમ તાપમાનનો પારો થોડો નીચે ઉતરશે તેનાથી ગરમીમાં ખાસ રાહત નહીં મળે પરંતુ બે દિવસ બાદ ફરી મહત્તમ તાપમાન ઉંચકાશે અને કાળઝાળ ગરમી શરૂ થઈ જશે.

આજે અમદાવાદ, ડીસા, રાજકોટ, કેશોદ, ભુજ, સુરેન્દ્રનગર, કંડલા, અમરેલી સહિત રાજ્યના અનેક શહેરોમાં મહત્તમ તાપમાન ૩૮ ડિગ્રી આસપાસ નોંધાયું છે. આજે સવારે વાતાવરણમાં ભેજનું પ્રમાણ વધી જતાં ગરમીની સાથોસાથ બફારો પણ શરૂ થઈ ગયો છે.


લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


કોરોના અંગેના મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં.  99251 12230  

View News On Application
RELATED NEWS