હમેશા આનંદમય રહેવું છે, તો આ ટિપ્સનું પાલન કરો

  • October 28, 2020 11:34 AM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)


આચાર્ય ચાણક્યએ સુખમય જીવન જીવવા માટે કેટલીક નીતિઓ અને અમૂલ્ય વિચારો વ્યક્ત કર્યા છે, તેમના વિચારોને  જેઓ  જીવનમાં ઉતારે છે તે આનંદમય જીવન જીવી શકે છે. તમે પણ સુખી જીવન જીવવા માગતા હોય તો આ વિચારોને જીવનમાં જરૂર અપનાવો. તેમના વિચારો માંથી એક વિચાર વિશે આપણે આજે ચર્ચા કરીશું.

 

ચાણક્ય જણાવે છે કે આનંદપૂર્વક જીવવા માટે  કોઈ પણ વ્યક્તિ પોતાની ઇન્દ્રિયો પર વિજય મેળવવો જોઈએ અને આ માટે  સૌપ્રથમ તેણે વિનમ્રતાનો માર્ગ પસંદ કરવો જોઈએ. જેના દ્વારા સરળતાથી તે પોતાની ઇન્દ્રિય ઉપર વિજય મેળવી શકે છે.

 

 કોઈપણ વ્યક્તિને વિનમ્રતાનો મર્મ સમજાવી અને શીખ લેવી જોઈએ, સાથે જ પોતાના આચાર અને વિચારમાં પણ તેનો પ્રયોગ શરૂ કરી દેવો જોઈએ, જેથી વ્યક્તિ પોતાની ઇન્દ્રિયો પર વિજય મેળવી શકે છે. તે વ્યક્તિ વિનમ્રતાપૂર્વક કોઈપણ વ્યક્તિના દિલ જીતી શકે છે.

 

આ માટે મનુષ્યએ બોલતી વખતે વિનમ્રતા રાખવી જોઈએ, અને એવો પ્રભાવ પડવો જોઇએ. વિનમ્રતા મનુષ્યનું એવું ઘણું છે કે જેને સર્વશ્રેષ્ઠ માનવામાં આવે છે.આ માટે કોઈપણ વ્યક્તિ પ્રત્યે કડવા વચનો નો ઉપયોગ ન કરો અને જો કરતા હોય તો તે દૂર કરો.

 

એવી વ્યક્તિ કે જેના મનમાં સન્માન પ્રાપ્ત નથી, જો તમને દરેક વ્યક્તિના પ્રત્યે સન્માનની ભાવના જાળવી રાખવી હોય તો સ્વભાવમાં વિનમ્રતા ભરપૂર હોવી જોઈએ. એવું કરવાથી તમે સુંદર જીવન જીવી શકો છો.આ માટે આચાર્ય ચાણક્યે કહ્યું છે કે ઇન્દ્રિયો પર વિજય મેળવવો એકમાત્ર રસ્તો વિનમ્રતા જ છે.


લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


કોરોના અંગેના મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં.  99251 12230  

View News On Application