કૂતરીએ કર્યું એવું કામ કે તેને પકડવા રાખવું પડ્યું 12 હજારનું ઇનામ

  • October 28, 2020 11:34 AM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

 

હરિયાણા પાણીપત જિલ્લામાં કોરોનાના કહેરની સાથે એક કુતરાનો કહેર પણ જોવા મળ્યો હતો.  એક યમુના એન્કલેવ બિલ્ડિંગના વિસ્તારમાં કોરોના સંક્રમણને કારણે લોકોને ઘરથી બહાર નિકળવા પર પ્રતિબંધ હતો ત્યારે છેલ્લા બે મહિનામાં 25 લોકોને એક કુતરીએ કરડી ખાધા હતા. 


સવારે અને સાંજે બહાર નીકળતા લોકોને આ કુતરી પોતાનું નિશાન બનાવી રહી હતી, આ સોસાયટીના ગાર્ડ તેમજ સ્વીપર તેને પકડવામાં અસફળ રહ્યા હતા.


માટે  સોસાયટીના રહીશોએ સોનીપતથી પણ એક ટીમ બોલાવી હતી, જેને પણ કુતરીને પકડવામાં સફળતા મળી ન હતી નગરનીગમની  ટીમ પણ બે વખત પ્રયાસ કરી ચૂકી હતી પરંતુ તેમને પણ કુતરીને પકડવામાં સફળતા પ્રાપ્ત થઇ ન હતી.


હવે સોસાયટીના રહીશોએ આ સંજોગોમાં કૂતરીને પકડવા માટે 12 હજાર રૂપિયાના ઇનામની જાહેરાત કરી હતી ત્યારબાદ આ કુતરી માંડ પકડમાં આવી હતી.

 

અહીં રહેતા વિસ્તાર વાસીઓને આ ખૂનખાર કુતરી ના આતંકવાદમાંથી મંગળવારે સાંજે આખરે મુક્તિ મળી હતી. ઊઝાના 10 યુવાનોએ આ કાર્ય કર્યું હતું.

 

આ વિસ્તારના રહીશોએ જણાવ્યું હતું કે કૂતરીને પકડી લાવવા માટે ઘણા લાંબા સમયથી તેઓ સંઘર્ષ કરી રહ્યા હતા ઘણા લોકોએ પ્રયાસ પણ કર્યા હતા પરંતુ ઘરમાંથી લોકોનું નીકળવું હરામ થઈ ગયું હતું.

 

યમુના એન્કલેવ વાસીઓએ હારીને આ કૂતરીને પકડવા માટે 12 હજાર રૂપિયાના ઇનામ આપવાની જાહેરાત કરી હતી. આ કૂતરીને પકડવા માટે સવારથી સાંજ સુધી પાંચ ટીમો લાગી હતી ત્યારે સાંજ સુધી ભાગતા ભાગતા કુતરી પણ થાકી ચૂકી હતી.

 

સાંજે યુવાનોની ટીમે ભારે જહેમત બાદ મેન ગેટની સામે તેને ઘેરી લીધી તેમજ કુતરી ને પકડનાર યુવાનોને બાર હજાર રૂપિયા કાયદેસર રીતે ઇનામ આપવામાં આવ્યું હતું.


લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


કોરોના અંગેના મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં.  99251 12230  

View News On Application