ઈતિહાસમાં પ્રથમ વખત માં ચામુંડાનું ચોટિલા મંદિર બંધ, ભક્તોને અપાઈ આ સુચના

  • October 28, 2020 11:34 AM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

વિશ્વ આરોગ્ય સંસ્થા દ્વારા વૈશ્ચિક મહામારીની કેટેગરીમાં મુકાયેલા નોવેલ કોરોના વાયરસને ફેલાતો અટકાવવા તંત્ર દ્વારા આગોતરા ઉપાય હાથ ધરવામાં આવ્યા છે. તે માટે સંખ્યાબંધ હોમ ક્વોરેન્ટાઇન સુવિધા ઉભી કરવા આયોજન હાથ ધરાયુ છે.  ત્યારે ચોટીલા ચામુંડા માતાજીના દર્શને આવતા ભક્તો માટે તા.૧૮/૩/૨૦૨૦ થી ૨૯/૩/૨૦૨૦ સુધી ડુંગર દર્શન માટેના આવવા શ્રી ચામુંડા માતાજી ચોટીલા ડુંગર ટ્રસ્ટ દ્વારા લેવાયેલો નિર્ણય લેવાયાનું જાણવા મળ્યુ છે.સુરેન્દ્રનગર જીલ્લાના ચોટીલા ખાતે માંચામુંડા માતાજીના દર્શન અર્થે ભકતો મોટી સંખ્યામાં રાજય સહીત બહારથી આવતા હોય છે.

 

ગુજરાત સરકારનાં જાહેરનામા મુજબ અને આરોગ્ય વિભાગ વિશ્વ આરોગ્ય સંસ્થા દ્વારા વૈશ્ચિક મહામારીની કેટેગરીમાં મુકાયેલા નોવેલ કોરોના વાયરસને ફેલાતો અટકાવવા તંત્ર દ્વારા જાહેર સ્થળો તેમજ મોલ, ખાણીપીણીના ધંધા પણ બંધ કરાવવામાં આવી રહ્યા છે.! ત્યારે શ્રી ચામુંડા માતાજી ચોટીલા ડુંગર ટ્રસ્ટ દ્વારા નિર્ણય લેવામાં આવ્યો છે કે, તા.૧૮/૩/૨૦૨૦ થી ૨૯/૩/૨૦૨૦તારીખ સુધી ડુંગર દર્શન માટે આવતા માઇભકતોને અપીલ કરવામાં આવી છે. જયારે કોરોના વાયરસ સામે સાવચેતીના ભાગરૂપે તથા ઝાલાવાસીઓને પરિસ્થિતિ સામે જાગૃતિ લાવવા અપીલ પણ કરવામાં આવી છે.


લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


કોરોના અંગેના મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં.  99251 12230  

View News On Application
RELATED NEWS