અમેરિકન કાર કંપની ફોર્ડ ભારતમાં સાણંદ અને ચેન્નાઈ ખાતેના પ્લાન્ટમાં ઉત્પાદન કરશે બંધ, ટ્વીટ કરી માહિતી આપી

  • September 09, 2021 04:34 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

અમેરિકન ઓટો કંપની ફોર્ડ ભારતમાં કારનું ઉત્પાદન બંધ કરશે અને દેશમાં ચેન્નઈ અને સાણંદ ખાતે ચાલતા પ્લાન્ટ પણ બંધ કરશે. કંપનીના ટ્વીટર હેંડલ પરથી આ અંગે ટ્વીટ કરવામાં આવી હતી. 

 

ફોર્ડે આ નિર્ણય એટલા માટે લીધો છે કે તેને ચાલુ રાખવા નફાકારક નથી. આ પ્રક્રિયા પૂર્ણ થવામાં લગભગ એક વર્ષનો સમય લાગશે. ફોર્ડ ભારતમાં ઉત્પાદન બંધ કરનારી વધુ એક ઓટોમેકર કંપની છે. જનરલ મોટર્સ અને હાર્લી ડેવિડસન જેવી અમેરિકન કંપનીઓ પણ આ પહેલા વૃદ્ધિનું વચન આપી અને ભારતીય બજાર છોડી ચૂકી છે.

સૂત્રોના જણાવ્યાનુસાર ફોર્ડ લાંબા સમયથી ભારતીય બજારમાં સંઘર્ષના સમયગાળામાંથી પસાર થઈ રહી છે. ભારતમાં ઉત્પાદન બંધ કરવાનો નિર્ણય ફોર્ડે સ્થાનિક કાર ઉત્પાદક મહિન્દ્રા એન્ડ મહિન્દ્રા સાથેની ભાગીદારી સમાપ્ત કર્યા બાદ લીધો છે. કંપની આયાત દ્વારા દેશમાં તેની કેટલીક કારનું વેચાણ ચાલુ રાખશે.   

 


કંપની જુલાઈ સુધી તેની 4,50,000 એકમોની સ્થાપિત ક્ષમતાના 20 ટકા પર કામ કરી રહી હતી. ફોર્ડે 25 વર્ષ પહેલા ભારતમાં પોતાનો બિઝનેસ શરૂ કર્યો હતો, પરંતુ વિશ્વના બીજા સૌથી વધુ વસ્તી ધરાવતા દેશમાં પેસેન્જર વ્હીકલ માર્કેટમાં તેનો હિસ્સો 2 ટકાથી પણ ઓછો છે. ભારતમાં કંપની ફિગો, એસ્પાયર, ફ્રીસ્ટાઇલ, ઇકોસ્પોર્ટ અને એન્ડેવર મોડલ વેંચે છે. તેમની કિંમત 7.75 લાખ રૂપિયાથી 33.81 લાખ રૂપિયા છે.

 


લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


કોરોના અંગેના મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં.  99251 12230  

View News On Application
RELATED NEWS