લોકડાઉનમાં હોટલ, રેસ્ટોરન્ટ ધંધાર્થીઓ માફક સવા વર્ષ બેકાર રહેલા વકીલોના વેરા માફ કરો

  • June 12, 2021 05:50 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

કોરોના લોકડાઉનના કારણે બધં રહેલા હોટલ, રેસ્ટોરન્ટ વિગેરેના વેરા સરકારે માફ કરેલ છે તેવી રીતે અદાલતો પણ સવા વર્ષ સુધી બધં રહેલ હોય સિનિયર જુનિયર વકીલોની ઓફીસના વેરા માફ કરવા અંગે ગુજરાત બાર કાઉન્સિલની એડવોકેટ વેલ્ફેર કમિટીના ચેરમેન દિલીપ પટેલે મુખ્યમંત્રી સહિત કક્ષાએ રજુઆતો કરી છે.

 

 

રજૂઆતમાં જણાવાયું છે કે કોરોના મહામારી દ૨મ્યાન લોકડાઉનના કારણે હોટેલ, રેસ્ટોરન્ટને મુશ્કેલી પડી અને ધંધા રોજગાર ઉપર અસર થઈ હતી. દરમિયાન ગુજરાતની સંવેદનશીલ સ૨કારે હોટેલ અને રસ્ટોરન્ટ ધંધાર્થીઓની હાલાકી જોઈ તેમને વેરામાંથી મુકિત આપી છે, તે મુજબ ગુજરાતના ૮૫૦૦૦ વકીલોની આજીવિકા પ તમામ અદાલતો છેલ્લા સવા વર્ષથી બધં હોય, બેકાર બનેલા અનેક વકીલોએ આપઘાત કર્યાનું જાહેર થયુ હતું. આમ લોક ડાઉન વકીલોની ઓફીસ અંને વ્યવસાય સવા વર્ષ સુધી બધં હોય જે ધ્યાને લઈ રાયભરના વકીલોના છેલ્લા એક વર્ષ માટેના મ્યુનિ. કોર્પેારેશનના ઓફીસ ટેક્ષ માફ કરવા યોગ્ય આદેશ થવા જણાવ્યું છે.


લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


કોરોના અંગેના મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં.  99251 12230  

View News On Application
RELATED NEWS