ગુજરાતના પૂર્વ ડીજીપી શબ્બીર હુસૈન BCCIના એન્ટી કરપ્શન યૂનિટના ચીફ નિયુક્ત

  • April 05, 2021 07:07 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

 

આઈપીએલ 2021ની શરુઆત 9 એપ્રિલથી શરુ થવા જઈ રહ્યું છે. ટી20 લીગ હંમેશા સટ્ટોડીયાના નિશાન પર રહે છે. તેવામાં આઈપીએલ શરુ થવા પહેલા બીસીસીઆઈએ એંટી કરપ્શન યૂનિટના ચીફની જવાબદારી ગુજરાતના પૂર્વ ડીજીપીને સોંપી છે. શબ્બીર હુસૈન નવા ચીફ બન્યા છે. તેઓ આઈપીએલની ઓપનિંગ મેચમાં ઉપસ્થિત રહેશે. પહેલો ચેન્નઈમાં મુંબઈ અને બેંગલુરની ટીમ વચ્ચે રમાશે. 

 

 

1973ની બેચના આઈપીએસ અધિકારી શબ્બીર હુસૈનની નિયુક્તી ગત માસમાં કરવામાં આવી હતી. તેમની પહેલા અજીત સિંહ આ પોસ્ટ પર હતા જેમનો કાર્યકાળ 31 માર્ચે પૂર્ણ થયો છે. બોર્ડ તેમને 2 મહિનાનું એક્સટેંશન આપવા તૈયાર હતું પરંતુ તેમણે ઈન્કાર કરતાં શબ્બીર હુસૈનને આ જવાબદારી સોંપવામાં આવી છે. 

 

 


લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


કોરોના અંગેના મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં.  99251 12230  

View News On Application
RELATED NEWS