રાજકોટ મહાપાલિકાની કેન્દ્ર સરકાર પુરસ્કૃત ફર્નિચરવાળા ફલેટની આવાસ યોજના (લાઈટ હાઉસ પ્રોજેકટ) અંતર્ગત રૈયા સ્માર્ટસિટી એરિયામાં 1144 ફલેટ નિમર્ણિ થનાર છે અને ફકત ા.3.50 લાખમાં લાભાર્થીને આપવામાં આવનાર છે. વડાપ્રધાનના હસ્તે ઈ-ખાતમુહર્ત કરાયેલી આ યોજનાને શહેરીજનોએ પ્રચંડ પ્રતિસાદ આપ્યો છે. 1144 ફલેટ માટે આજે બપોર સુધીમાં કુલ 22000 ફોર્મ ઉપડયા છે અને તે પૈકી 6000 ફોર્મ ભરાઈને પરત આવ્યા છે. જ્યારે સાંજ સુધીમાં વધુ 2000 સહિત કુલ 8000 ફોર્મ પરત આવશે તેવી ધારણા છે. મહાપાલિકાના અધિકારી સૂત્રોએ વધુમાં જણાવ્યું હતું કે, ફર્નિચરવાળા ફલેટની ઉપરોકત આવાસ યોજનાનું અરજી ફોર્મ મેળવવાનો અને ફોર્મ ભરીને પરત આપવાનો આજે તા.22 જાન્યુઆરીના રોજ અંતિમ દિવસ છે. આજે સાંજ સુધી ફોર્મ સ્વીકારવાની કામગીરી ચાલશે. તેમણે ભારપૂર્વક ઉમેર્યું હતું કે, આ યોજનામાં જેટલા ફલેટ નિમર્ણિ થનાર છે તે સંખ્યાથી 6થી 8 ગણા અરજીપત્રો ભરાઈને આવ્યા હોય હવે આ યોજનાની મુદત લંબાવવાની કોઈ જ શકયતા નથી. આ યોજનાનું નિમર્ણિકાર્ય શ થાય ત્યારથી એક વર્ષમાં કામગીરી પૂર્ણ કરાશે.