સોમવારે કોરોનાથી ચાર અને કો-મોરબીડ 56થી વધુ દર્દીઓના થયા મોત

  • May 11, 2021 02:19 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

છેલ્લા બે દિવસમાં આઠ મોત થયાનું જાહેર જ્યારે સ્મશાન ગૃહોના ચોપડે 100થી વધુ

 


રવિવારે શહેરમાં કોરોનાથી માત્ર ચાર મોત થયાનું જાહેર થયુ હતું તો સોમવારે પણ આ જ ક્રમ જાળવી રાખી સોમવારે પણ ચારના મોત થયાનું જાહેર કરાયુ છે. જો કે સોમવારે સવારે છ વાગ્યાથી શ કરી બપોરે બાર સુધીમાં 31થી વધુ મૃતદેહોને અગ્નિદાહ દેવાયા છે અને હજુ 14 મૃતદેહોને સ્મશાન સુધી પહોંચાડવાની ગતિવિધી ચાલું હોવાનો અહેવાલ ગઈકાલે ‘આજકાલ’એ પ્રસિદ્ધ કર્યો હતો અને રાત સુધીમાં 60થી વધુ મૃતદેહોની અંતિમ વિધી થઈ હોવાનુ સુત્રોમાંથી જાણવા મળ્યુ છે.  

 


સોમવારે સવારથી જ શહેરના સ્મશાન ગૃહોમાં અંતિમ સંસ્કાર માટે મૃતદેહોની લાઈન લાગી હતી અને બપોરે 12 સુધીમાં 31 મૃતદેહો અગ્નિમાં રાખ બન્યાના અહેવાલો હતા. જો કે સાંજે યાદી જાહેર કરાઈ તેમાં કોરોનાથી ભાવનગર શહેરમાં ચારના મોત જાહેર કરાયા હતા. આ આંકડાઓ સાચા માનીએ તો માત્ર બપોર સુધીમાં 31 પૈકિ આ ચાર કોરોનાથી મૃત્યુ પામ્યા હતા જ્યારે અન્ય તમામ કોરોના થયા બાદ પોતાની અગાઉની બિમારીથી મૃત્યુ પામ્યા છે! ગઈકાલ રાત સુધીમાં વિવિધ સ્મશાન  અને કબ્રસ્તાનમાં મળીને 60થી વધુના અંતિમ સંસ્કાર થયા છે.

 


સરકારી યાદી મુજબ કોરોનાથી મૃત્યુનો આંકડો 234 છે જ્યારે છેલ્લા ત્રણ દિવસમાં જ આથી વધુ મૃતદેહોનો કોરોના ગાઈડ લાઈન મુજબ અંતિમ સંસ્કાર કરાયા છે.


લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


કોરોના અંગેના મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં.  99251 12230  

View News On Application
RELATED NEWS