ગુજરાતમાં દર મિનિટે ચાર નવા દર્દી અને દર કલાકે 3ના મોત

  • April 15, 2021 08:20 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

ગુજરાતમાં કોરોનાની સ્થિતિ કેટલી ભયાવહ તે આવી રીતે સમજીએ. રાજ્યમાં દર મિનિટે ચારથી વધુ દર્દીઓ સામે આવી રહ્યાં છે, તો દર કલાકમાં 3 લોકોના જીવ જઈ રહ્યાં છે. સરકાર અને મેનેજમેન્ટ માટે આ માત્ર આંકડો જ હોઈ શકે છે, પરંતુ ગુજરાતમાં દર કલાકે કોઈને કોઈ પોતાના સ્વજનને ગુમાવી રહ્યું છે. ઓક્સિજન ન મળવાથી દર્દીના જીવ જઈ રહ્યાં છે. હોસ્પિટલમાં બેડ ન મળવાથી દર્દીઓ એમ્બ્યુલન્સમાં જ કલાકો સુધી પડ્યા રહે છે. અગ્નિ સંસ્કાર કરવા માટે અનેક મૃતદેહોની લાઈનો પડે છે.

 


ગુજરાતમાં હવે કોરોનાના દૈનિક કેસની સંખ્યાનો આંકડો 7000ને પાર થઈ ગયો છે. છેલ્લા 24 કલાકમાં રાજ્યમાં કોરોનાના 7410 નવા કેસ નોંધાયા છે. જેની સામે ફક્ત 2642 દર્દીઓ જ સાજા થયા છે. કોવિડ-19ના કેસ વધે છે અને સાજા થતાં દર્દીઓની સંખ્યા ઓછી હોવાના કારણે રાજ્યની હોસ્પિટલો પર ભારણ વધી ગયું છે. રાજ્યમાં છેલ્લા 24 કલાકમાં 73 લોકોએ કોરોનાના કારણે પોતાનો જીવ ગુમાવ્યો છે.

 


રાજ્યમાં અત્યાર સુધી 3,23,371 લોકોએ કોરોનાને હરાવ્યો છે. રાજ્યમાં સાજા થવાનો દર 87.96 ટકા છે. જોકે, રાજ્યના એક્ટિવ કેસથી ચિંતાઓ વધી રહી છે રાજ્યમાં એક્ટિવ કેસની સંખ્યા વધીને 39,250 પર પહોંચી ગયા છે. જેમાં 254 દર્દીઓ વેન્ટિલેટર પર છે જ્યારે 38,996 દર્દીઓની હાલત સ્થિર છે.

 


રાજ્યમાં અમદાવાદ અને સુરત સૌથી ખરાબ રીતે અસરગ્રસ્ત શહેરો છે. જેમાં અમદાવાદમાં 2491 કેસ નોંધાયા છે જેની સામે ફક્ત 415 લોકો જ સાજા થયા છે. સુરત શહેરમાં 1424 કેસ નોંધાયા છે અને 623 દર્દીઓ ડિસ્ચાર્જ થયા છે. રાજકોટ શહેરમાં 551, વડોદરા શહેરમાં 317 તથા સુરત જિલ્લામાં 231 કેસ નોંધાયા છે.


લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


કોરોના અંગેના મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં.  99251 12230  

View News On Application
RELATED NEWS