ગારીયાધારમાં થી પ્રતિબંધિત ચાઈનીઝ દોરીના રીલ સાથે ચાર શખ્સો ઝડપાયા

  • January 07, 2023 06:14 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

aajkaal@team

લોકલ ક્રાઈમ બ્રાન્ચે ૧૭૧ નંગ રીલ મળી કુલ રૂપિયાનો મુદ્દા માલ કબજે લીધો 


ગારીયાધાર માં આવેલા નવા ગામ રોડ પર મંડપ સ્ટોલ બાંધી પતંગ દોરી નો વ્યવસાય કરતા શખ્સોને ત્યાં લોકલ ક્રાઈમ બ્રાન્ચે દરોડો કરી ચાઈનીઝ દોરીઓ ના રીલ નંગ ૧૭૧ સાથે ચાર શખ્સોની ધરપકડ કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી


આ બનાવની જાણવા મળતી વિગત મુજબ લોકલ ક્રાઈમ બ્રાન્ચ નો સ્ટાફ ખાનગી વાહનમાં ગારીયાધાર માપ પેટ્રોલિંગ કરી રહ્યા હતા તે દરમિયાન બાથમી મળી હતી કે ગારીયાધારના નવાગામ રોડ પર મંડપ સ્ટોલ બાંધી મકરસંક્રાંતિ નિમિત્તે પતંગ ચાઈનીઝ દોરી ના રીલ નો વ્યવસાય ચાલતો હોય લોકલ ક્રાઈમ બ્રાન્ચ નો સ્ટાફ સ્થળ ઉપર પહોંચી મંડપ બાંધેલા સ્ટોલ ની અંદર તરસી લેતા પ્રતિબંધિત ચાઈનીઝ દોરીના ૧૭૧ નંગ રીલ મળી આવતા લોકલ ક્રાઈમ બ્રાન્ચ એ સલીમભાઇ કરીમખાન પાઠાણ,હનીફભાઇ રૂસ્તમભાઇ શેખ,સંજયભાઇ કાળુભાઇ પરમાર,શાહીદભાઇ હારૂનભાઇ ધાનાણીને કુલ રૂપિયા ૩૦,૩૦૦ ના મુદ્દામાલ સાથે ધરપકડ કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application