અમદાવાદની સિવિલમાં ચાર ગણો ઓક્સિજન વપરાશ, માત્ર 15 દિવસમાં 764 ટન

  • April 21, 2021 07:55 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

માર્ચ મહિનામાં પ્રતિદિન માત્ર 13 ટનની જરૂરિયાત રહેતી હતી પરંતુ એપ્રિલમાં કોરોના કેસો વધતાં પ્રતિદિન 55 ટન ઓક્સિજન જોઇએ છેકુદરતે આપેલા ઓક્સિઝનમાં ઘટાડો થતાં કોરોના પોઝિટીવ દર્દીઓને કૃત્રિમ રીતે ઓક્સિજન આપવામાં આવે છે. શરીરમાં જ્યારે ઓક્સિજનનું સ્તર 93થી નીચે જતું રહે ત્યારે દર્દીને વધતા ઓછા પ્રમાણમાં ઓક્સિજન આપવામાં આવે છે. એકમાત્ર અમદાવાદની સિવિલમાં એક મહિનામાં જ ઓક્સિજનનો વપરાશ ચારગણો થઇ ચૂક્યો છે.
માર્ચ 2021માં કોરોના સંક્રમણના કેસો વધવાના શરૂ થયા ત્યારે સિવિલમાં પ્રતિદિન 13 ટન ઓક્સિજન જોઇતો હતો પરંતુ એપ્રિલ મહિનાના 15 દિવસમાં કોરોનાની બીજી લહેર વચ્ચે ઓક્સિજનની જરૂરિયાત છે તેવા દર્દીઓની સંખ્યા વિક્રમીરીતે વધી છે. અત્યારે પ્રતિદિન 55 ટન ઓક્સિજન વપરાઇ રહ્યો છે. છેલ્લા 15 દિવસમાં આ હોસ્પિટલમાં 764 ટન ઓક્સિજનનો વપરાશ થયો છે.

 


કોરોનાની બીજી લહેરમાં શહેરમાં વધી રહેલા કોરોના સંક્રમણને કારણે ઓક્સિજનની જરૂરિયાત ધરાવતા કોરોનાગ્રસ્ત દર્દીની સંખ્યામાં નોંધપાત્ર વધારો થયો છે. સિવિલ હોસ્પિટલની કોવિડ ડેઝીગ્નેટેડ હોસ્પિટલમાં દાખલ દર્દીઓને પુરતા પ્રમાણમાં ઓકિસજનનો જથ્થો ઉપલબ્ધ થાય તે માટે સિવિલ તંત્ર અથાગ પ્રયાસો કરી રહ્યું છે.

 


સિવિલ હોસ્પિટલની કોરોના ડેઝીગ્નેટેડે 1200 બેડની હોસ્પિટલ અને મંજુશ્રી હોસ્પિટલમાં ઓકિસજનની જરૂરીયાતને પહોચી વળવા માટે તબક્કાવાર આધુનિક ટેન્કો ઈન્સ્ટોલ કરવામાં આવી છે. જેમાં 1200 બેડ હોસ્પિટલમાં 20000 લિટરની ટેન્ક જયારે મંજુશ્રી હોસ્પિટલમાં 20000 લીટરની ટેન્ક અને સિવિલ બિલ્ડીંગમાં 20000 લીટરની ક્ષમતાવાળી ઓક્સિજન ટેંક સ્થાપિત કરવામાં આવી છે. આમ કુલ 60000 લીટર ઓક્સિજન ટેન્કોની ક્ષમતા સાથે કોરોનાગ્રસ્ત દર્દીઓની સારવાર કરવામાં આવી રહી છે.

 


ઓક્સિજન સુવિધાના કારણે ક્રિટીકલ કંડીશનના દર્દીઓની સઘન સારવાર કરી તેમને ઝડપથી સ્વસ્થ કરવામાં મદદ મળી રહી છે. સ્ટોરેજ કેપેસિટી વધવાથી વધુ સમય માટે ઓક્સિજનનો સ્ટોરેજ રાખી શકાય છે.  હાલ તમામ ટેન્કોને દિવસમાં સરેરાશ બે થી ત્રણ વાર રિફીલ કરવામાં આવે છે. અમદાવાદ સિવિલ હોસ્પિટલ અને કોવિડ ડેઝીગ્નેટેડ હોસ્પિટલમાં ઓક્સિજનની લાઇન સેન્ટ્રલાઇન કરેલ હોવાથી ક્યારેય ઓક્સિજન ખૂટવાની શક્યતા રહેતી નથી.

 


ઓક્સિજન ટેન્કમાં ઓડિયો-વિડીયો અલાર્મ સેટ કરવામાં આવેલ છે. જે નિધર્રિીત કરેલા ચોક્કસ સ્તરે  પહોંચે ત્યારે ઓક્સિજન સપ્લાય કરતી કંપ્ની વોટ્સએપ પર મેસેજ પહોંચી જાય છે. જેથી ખૂબ જ ઝડપથી જે-તે કંપ્ની દ્વારા સ્થળ પર પહોંચીને ટેંક ભરી દેવામાં આવે છે. વોર્ડમાં સારવાર લઇ રહેલા દર્દીની સ્વાસ્થ્ય સ્થિતિને આધારે તેની ઓક્સિજનની જરૂરિયાત નક્કી કરવામાં આવે છે. ઓક્સિજન સપ્લાય કરતા મશીનની સાથે હ્યુમીડીફાયર જોડાયેલ હોય છે. જેમાં ઓક્સિજન જ્યારે ફેફસા સુધી પહોંચે છે તે પ્રક્રિયાને ભેજયુક્ત રાખવામાં માટે તેમાં પાણી (ડિસ્ટીલ વોટર) ભરવામાં આવે છે.

 


સિવિલ હોસ્પિટલના એનેસ્થેસિયા વિભાગના વડા ડો. શૈલેષ શાહ કહે છે કે, કોરોનાગ્રસ્ત દર્દીને નેઝલ પ્રોન્જ પર દર્દીને 0 થી 4 લીટર, સાદા વેન્ટી માસ્ક પર દર્દીને 6 થી 8 લીટર  અને એન.આર.બી.એમ. માસ્ક ઉપર દર્દીને 10 થી 12 લીટર પ્રત્યેક મીનીટ જેટલો ઓક્સિજન શરીરમાં પહોંચતો કરવામાં આવે છે.

 


ઓક્સિજન ટેન્કોમાં હાઈ કેપેસિટી ધરાવતું ઓક્સિજન ટેંક સાથે વેપોરાઇઝર પણ કાર્યરત હોય છે. ઓક્સિજનની સપ્લાય બે પ્રકારે કરવામાં આવતી હોય છે. એક પ્રવાહી અને બીજુ વાયુ સ્વરૂપે. ઓક્સિજન લિક્વીડ સ્વરૂપમાં હોવાથી તેને સીધો ઉપયોગમાં લઈ શકાતો નથી, પણ તેને વેપોરાઈઝર મશીનના માધ્યમથી વાયુ સ્વરૂપમાં પરિવર્તિત કયર્િ બાદ કોવિડ હોસ્પિટલના દરેક વોર્ડમાં પાઈપલાઈન મારફતે કોરોના સંક્રમિત દર્દીઓની સારવાર માટે સપ્લાય કરવામાં આવે છે.

 


ટેંકમાં રહેલો લિકવીડ ઓક્સિજન (-196 ડિગ્રી સેલ્સિયસ) તાપમાન ધરાવતો હોય છે. જેને દર્દીના રૂમ ટેમ્પરેચરમાં 30 થી 35 ડિગ્રીએ લાવવો જરૂરી હોય છે, આ પ્રક્રિયા દરમિયાન પાઈપલાઈન પર બરફ જામી જતો હોય છે, જેને અટકાવવાં માટે પણ વેપોરાઈઝરનો ઉપયોગ થાય છે.


લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


કોરોના અંગેના મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં.  99251 12230  

View News On Application
RELATED NEWS