શુક્રવાર છ માસનો સૌથી ગરમ દિવસ : 36 ડિગ્રીથી વધુ તાપમાન

  • March 06, 2021 02:55 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

માર્ચનો પાંચમો દિવસની ગરમીનો અનુભવ કરાવી ગયો



મહાનગરની ચૂંટણીની ગરમી હજી ચાલુજ છે ત્યારે અને કોરોનાના એક પણ કેસ વગરનો દિવસ પસાર થયો તેમજ બપોર લોકોને કાળઝાળ ઉનાળાની ઝાંખી કરાવતી ગઈ. આજથી છ માસ પહેલા એટલેકે આઠમી સપ્ટેમ્બરના રોજ પાંત્રીસ ડિગ્રી કરતા વધુ તાપમાન નોંધાયું હતું આ સિવાયના દિવસોમા તાપમાન આ કરતાં ઓછું હતું.

 


ગુવારે ચોત્રીસ ડિગ્રી કરતા વધુ ઉષ્ણતામાન નોંધાયા બાદ  શુક્રવારે એક પોઇન્ટ છ ડિગ્રીના વધારા સાથે તાપમાન 36 ડિગ્રીને વટાવી ગયું હતું. જાણે કે પાંચમી માર્ચે  ઉનાળાનું ટ્રેલર જોતા હોઈએ તેવી સ્થિતિનો લોકોએ અનુભવ થયો હતો. હવામાનના નિષ્ણાતોએ માર્ચથી  મેં માસ સુધી ભુક્કા કાઢી નાખે તેવી ગરમી પડશે તેમ આગાહી કરી છે. શુક્રવારે અનુભવી હતી  ઘણા લોકોએ બપોરે બહાર નીકળવાનું ટાળ્યું હતું લોકોમાં એવી ચચર્િ થતી હતી કે  મહામાસના દિવસો એટલા ગરમ છે તો ચૈત્ર વૈશાખ માસના દિવસો કેવા જશે તેની કલ્પના કરતા પરસેવો છૂટી જાય છે.

 


લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


કોરોના અંગેના મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં.  99251 12230  

View News On Application
RELATED NEWS