હવેથી પાનકાર્ડ દસ મિનિટ માં મળી જશે, નાણામંત્રીએ આધાર નંબરની કેવાયસી ગણીને તાત્કાલિક પાન નંબર કરદાતા ને એલોટ કરવામાં આવશે તેવી જાહેરાત બજેટ વખતે કરી હતી. જે યોજનાને આજથી અમલમાં મુકવામાં આવી છે.પાન એટ્લે ઙયળિફક્ષયક્ષિં અભભજ્ઞીક્ષિં ગીળબયિ ગુજરાતીમાં આને સ્થાયી ખાતા આંક કહી શકાય. ઇન્કમ ટેકસ કાયદા હેઠળ આપવામાં આવતું પાનએ ખૂબ મહત્વ ધરાવે છે. ઇન્કમ ટેક્સ રિટર્ન ભરવામાં, બેન્ક ખાતું ખોલાવવામાં, બેન્ક લોન મેળવવામાં, મિલ્કત ખરીદીની નોંધણી કરવવામાં, વિદેશી યાત્રા કરવા સમયે આ પાન અનિવાર્ય રીતે માંગવામાં આવે છે અથવા તો તેનો આગ્રહ રાખવામા આવે છે. આ પાન કાર્ડની મેળવવામાં માં હાલ ૧૫ દિવસ થી માંડી ૧ મહિના જેટલો સમય લાગતો હોય છે. આ ઉપરાંત તે કઢાવવા જે-તે એજન્સીની ૧૧૦ રૂ જેવી ફી પણ ચૂકવવી પડતી હોય છે.
આધાર ઉપરથી પાન તુરંતજ (અંદાજે ૧૦ મિનિટમાં) મેળવી શકાય તેવી સગવડ શરૂ કરવામાં આવેલ છે.
આ સગવડ ઈ પાનને ઈન્સ્ટંટ પાન સગવડ તરીકે ઓળખાઈ રહી છે. દરેક વ્યક્તિ કે જેમની પાસે આધાર કાર્ડ છે અને તે આધાર કાર્ડમાં તેમનો મોબાઈલ લિન્ક છે તે તમામ ને આ સગવડ મળી શકશે તેમ કરવેરા સલાહકાર ભવ્ય પોપટે જણાવ્યું હતું. ઈ પાન વિષે મહત્વની વિગતો: ઈપાન માટે અરજી કરતાં અરજદાર પાસે આધાર કાર્ડ હોવું ફરજિયાત છે. આ આધાર કાર્ડ અન્ય કોઈ પાન સાથે લિન્ક ના થયેલ હોવું જોઈએ. આ આધાર કાર્ડમાં તેમનો મોબાઈલ ફોન લિન્ક થયેલ હોવો જોઈએ.https://www.incometaxindiaefiling.gov.in/e-PAN/index.html?lang=eng://.../-/.?= આ લિન્ક ઉપર આધાર કાર્ડ નંબર નાંખવાથી આધાર કાર્ડમાં રજિસ્ટર્ડ મોબાઈલ નંબર ઉપર એક ઓટીપી (વન ટાઈમ પાસવર્ડ) આવશે. આ નાંખવા બાદ એક સરળ વિધિ પૂર્ણ કરવાથી ૧૫ આંકની એક એકનોલેજમેંટ (પહોચ) જનરેટ થશે.આ ઓટીપી એકનોલેજમેંટ નંબર ઉપરથી અરજદાર ગમે ત્યારે પોતાની અરજી સ્થિતિ જોઈ શકશે. અંદાજે ૧૦ મિનિટ જેવા સમય બાદ અરજકર્તા ને પાન આપી દેવા પ્રયાસ કરવામાં આવશે. આ પાન પીડીએફ સ્વરૂપે રહેશે. આ પીડીએફ પ્રિન્ટ પાન કાર્ડની જેમ માન્ય ગણાશે.આ અરજીમાં કોઈ પણ અન્ય પુરાવાઓ આપવાના રહેશે નહી. ફોટો પણ આપવાનો રહેશે નહીં.આ પદ્ધતિ માત્ર નવા પાન મેળવવા માટે રહેશે. જેમની પાસે હોય અને તેમાં સુધારા વધારા કે ફરી પ્રિન્ટ કરાવવા આ પદ્ધતિ ઉપયોગી બનશે નહીં.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
કોરોના અંગેના મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં. 9978984740
View News On Applicationરાજકોટ : રામ મંદિર નિર્માણમાં CM રૂપાણીએ 5 લાખ, રમેશભાઇ ઓઝાએ 51 લાખનું દાન આપ્યું
January 22, 2021 01:40 PMરાજકોટ : ઝાકળની સફેદ ચાદર છવાઈ
January 22, 2021 01:38 PMરાજકોટ : કાર અને બાઈક વચ્ચે અકસ્માત, બાઇક પર સવાર દંપતીનું ઘટના સ્થળે જ મોત, ૫ વર્ષના બાળકને ઈજા
January 22, 2021 01:36 PMકેશોદના કેવદ્રા ગામના યુવાનોનું ઉમદા કાર્ય
January 22, 2021 01:30 PMCopyright © 2015-2020 Aajkaal Daily
Developed by Rhythm Infotech