જેતપુર પંથકની કિશોરી પર ચરખડી પાસે હોટલમાં વિધર્મી શખસનું ત્રણ વખત દુષ્કર્મ

  • June 05, 2023 11:38 AM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)


અલગ અલગ બે વખત સગીરાને કારમાં લઇ ગયો હતો: દુષ્કર્મ આચરનાર અને તેને મદદગારી કરનાર અમરેલીના બન્ને શખસોને ઝડપી લેવાયા: દુષ્કર્મ,અપહરણ અને પોકસો એકટની કલમ હેઠળ ગુનો નોંધાયો




જેતપુર પંથકની ૧૫ વર્ષની સગીરાને કારમાં લઇ જઇ ચરખડી પાસે રાજકોટ પોરબરં હાઇવે પર આવેલી હોટલ ષિમાં અમરેલીના શખસે તેણી પર ત્રણ વખત દુષ્કર્મ આચયુ હતું. આ અંગે જેતપુર તાલુકા પોલીસ મથકમાં ફરિયાદ થયા બાદ પોલીસે સગીરા પર દુષ્કર્મ આચરનાર શખસ અને તેની મદદગારી કરનાર તેના મિત્ર જે બંને અમરેલી રહેતા હોય તેને ઝડપી લઇ તેની સામે દુષ્કર્મ,અપહરણ અને પોકસો એકટની કલમ હેઠળ ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી કરી હતી.





દુષ્કર્મના આ બનાવની જાણવા મળતી વિગતો મુજબ,જેતપુર તાલુકા પોલીસ મથકમાં ૧૫ વર્ષ અને ૮ માસની સગીરાના વાલીએ નોંધાવેલી ફરિયાદમાં આરોપી તરીકે અમરેલીમાં રહેતા સાહિલ કયુમભાઇ પરમાર અને અમીર અલ્તાફભાઇ ચૌહાણના નામ આપ્યા છે.જેના આધારે પોલીસે બંને આરોપી સામે આઇપીસીની કલમ ૩૬૩,૩૬૬,૩૭૬ અને પોકસો એકટની કલમ હેઠળ ગુનો નોંધ્યો છે.
સગીરાના વાલીએ નોંધાવેલી ફરિયાદમાં જણાવ્યા મુજબ આરોપીઓ સગીરાને આરોપીઓ લલચાવી ફોસલાવી બદકામ કરવાના ઇરાદે કારમાં લઇ જઇ  તેણીને ચરખડી ગામ પાસે રાજકોટ પોરબંદર હાઇવે પર આવેલી ષિ હોટલમાં લઇ જઇ ત્યાં આરોપી સાહીલ પરમારે તેના પર દુષ્કર્મ આચયુ હતું.અલગ અલગ સમયે બે વખત તેણીને આ પ્રકારે ભગાડી સાહિલે સગીરા પર ત્રણ વખત દુષ્કર્મ આચયુ હતું.જે અંગે સગીરાના પરિવારને જાણ થતા તેમણે આ અંગે પોલીસ ફરિયાદ નોંધાવી હતી.




સગીરા પર દુષ્કર્મ અંગેની ફરિયાદ થયા બાદ જેતપુર તાલુકા પોલીસે તાકીદે તપાસ હાથ ધરી સગીરા પર દુષ્કર્મ આચરનાર સાહિલ પરમાર અને ગુનામાં મદદગારી કરનાર અમીર ચૌહાણને તાકીદે ઝડપી લઇ તેમની સામે કાયદેસરની કાર્યવાહી કરી હતી. 



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application