રાજકોટ : સિવિલ હોસ્પિટલમાંથી મૃતક મહિલાની સોનાની ચૂંક, ચેઇન, મોબાઈલ ચોરાઇ ગયા, પરિવારજનોએ સ્ટાફને જાણ કરતાં એવો જવાબ મળ્યો, “મળશે તો આપશું..”

  • April 11, 2021 02:32 AM 

રાજકોટ સિવિલ હોસ્પિટલની અનેક બેદરકારીની ઘટનાઓ સામે આવતી હોય છે. છેલ્લા ઘણા સમયથી રાજકોટની સિવિલ હોસ્પિટલ ચર્ચામાં રહી છે. ત્યારબાદ હવે રાજકોટ સિવિલ હોસ્પિટલમાં ચોરીની ઘટના પણ સામે આવી છે. શહેરના પરસાણા નગરમાં રહેતા મીનાબેન હાથીને કોરોના થયો હતો. કોરોના સામેની જંગમાં મીનાબેન હારી ગયા અને ગત તા.8ના રોજ તેઓનું કોરોનાથી નિધન થયું. મીનાબેન રાજકોટ સિવિલની કોવિડ હોસ્પિટલમાં જ સારવાર લઈ રહ્યા હતા.


મીનાબેન હાથી

ભાવિકભાઈ હાથીના 67 વર્ષના કાકી મીનાબેન હાથીનું ગત તારીખ ૮ના કોરોનાથી નિધન થયા બાદ હોસ્પિટલ દ્વારા પરિવારજનોને મૃતક મહિલાનો સામાન સોંપવામાં આવ્યો હતો. પરંતુ બન્યું એવું કે, હોસ્પિટલ તરફથી આપવામાં આવેલી બેગમાંથી મૃતકનું પર્સ, આધારકાર્ડ, એટીએમ કાર્ડ, મોબાઈલ, પૈસા, સોનાની ચુંક, ચેઇન, મગમાળા તમામ વસ્તુ ગાયબ થઈ ગઈ. જ્યારે આ તમામ વસ્તુ બેગમાં ન મળતા આ મામલે મૃતક મહિલાના પરિવારજને હોસ્પિટલ સ્ટાફને જાણ કરી તો તેઓએ પણ એવો જવાબ મળ્યો, “મળશે તો આપશું..” જોકે હાલ આ મામલે પરિવારજનો દ્વારા પોલીસ ફરિયાદ કરવાનું નક્કી કરવામાં આવ્યું છે.


લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


કોરોના અંગેના મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં.  99251 12230  

View News On Application
RELATED NEWS