આ એપ્લીકેશન દ્વારા Google ભારતીય વેપારીઓને આપશે લોન

  • October 28, 2020 11:34 AM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

 


google ની ભારતીય બજારમાં પકડ પહેલેથી જ છે. પરંતુ ગૂગલ પ્લે લોન્ચ  થયા બાદ ભારતના ફાઈનાન્સિયલ માર્કેટમાં googleની પકડ વધારે મજબૂત થઈ ગઈ છે. 

 

પોતાની પકડ વધારે મજબૂત કરવા માટે ગૂગલે ભારતના વેપારીઓને લોન લેવાની શરૂઆત કરી છે. ગૂગલે પોતાના એક નિવેદનમાં જણાવ્યું છે કે ગુગલ પેની આ બિઝનેસ એપ દ્વારા લોકોને લોન આપવામાં આવશે.

 

લોન સિવાય કંપનીએ google pay Near by store  ફીચર સમગ્ર દેશ માટે જાહેર કરવાનું એલાન કર્યું છે. આ પહેલા આ ફીચર દ્વારા આ વર્ષની શરૂઆતમાં ચેન્નઈ, દિલ્હી, હૈદરાબાદ, મુંબઈ અને પૂનામ લોન્ચ કરવામાં આવ્યું હતું, ગૂગલે જણાવ્યું હતું કે લોન સુવિધા પણ તુરંત જ google pay બિઝનેસ એપ જાહેર કરવામાં આવશે.

 


હવે આ ફિચરને દેશભરમાં જાહેર કરવાનો ગૂગલે એલાન કર્યું છે, અને 30 લાખથી વધારે વેપારીઓ આ એપ્લિકેશનનો ઉપયોગ કરી રહ્યા છે. 

 


આ અગાઉ ગૂગલે વર્ષ 2008માં ગુગલ પે પ્રી એપ્રુવડ લોનની સુવિધા આપી હતી. આ માટે ગૂગલે ભારતમાં ફેડરલ બેન્ક, એચડીએફસી બેન્ક, આઈસીઆઈસીઆઈ બેંક અને કોટક મહિન્દ્રા બેન્ક સાથે ભાગીદારી પણ કરી હતી.


લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


કોરોના અંગેના મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં.  99251 12230  

View News On Application
RELATED NEWS