ગૂગલ ઓક્ટોબરથી ભારતમાં દેખાતી જાહેરાતો બદલ વધુ 2 ટકા ચાર્જ વસુલ કરશે

  • July 29, 2021 01:24 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

ગૂગલ દ્વારા સત્તાવાર રીતે જાહેરાત કરવામાં આવી છે કે ઓકટોબર માસથી જાહેરાત આપનાર લોકો પર વધુ બોજો પડવાનો છે અને નવી નીતિ મુજબ બે ટકા જેટલો વધુ ચાર્જ વસૂલવામાં આવશે.

 

કંપની દ્વારા ઈ-મેલ કરીને એડવર્ટાઇઝસૅને આ મુજબની જાણ કરી દેવામાં આવી છે અને તેમાં એવો ઉલ્લેખ કરવામાં આવ્યો છે કે ભારત અને ઈટાલીમાં દેખાતી જાહેરાતો માટે બે ટકા વધુ ચાર્જ લેવામાં આવશે. કંપનીએ કહ્યું છે કે રેગ્યુલેટરી ઓપરેટીંગ ખર્ચ તરીકે વધુ બે ટકા સરચાર્જ વસૂલવામાં આવશે.

 

આ પહેલા પણ ગૂગલ દ્વારા ડિજિટલ સર્વિસ ટેકસ લાગુ કરવામાં આવ્યો હતો અને ઑસ્ટ્રિયા તુર્કી બ્રિટન ફ્રાન્સ અને સ્પેનમાં દર્શાવતી જાહેરાતો માટે આ ટેકસ લગાવવામાં આવ્યો હતો અને હવે ઓકટોબર માસથી ભારત અને ઈટાલીમાં દર્શાવાતી જાહેરાતો પર બે ટકા વધુ ચાર્જ લેવાની જાહેરાત કરી દેવામાં આવી છે.

 

પહેલી ઓક્ટોબરથી આ ચાર્જ વસૂલવામાં આવશે અને તેને સરચાર્જ નામ આપવામાં આવ્યું છે. જાહેરાતો આપનારા માટે એક વધુ મોટો બોજ આવી રહ્યો છે અને 1લી ઓક્ટોબરથી તેમણે વધુ નાણાં આપવા પડશે.


લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


કોરોના અંગેના મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં.  99251 12230  

View News On Application
RELATED NEWS