મિનિ લોકડાઉન સરકાર લંબાવશે નહીં તો ગુરૂવારથી સોની બજાર ધમધમશે

  • May 11, 2021 05:30 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

સવારે ૧૦ થી બપોરે ૪ વાગ્યા સુધી શોરૂમ અને દુકાનો ચાલુ રાખવા ગોલ્ડ ડીલર્સ એસોસિયેશનનો નિર્ણય: અખાત્રીજ ઉપર વેપારની આશા

 


રાજકોટમાં કોરોના ના કેસ વધતા આ સંક્રમણ ને અટકાવવા માટે સોની વેપારીઓએ સૌથી પહેલી પહેલ કરીને સ્વૈચ્છિક લોકડાઉન કયુ હતું,હવે જો સરકાર મીની લોકડાઉન લંબાવવાનો નિર્ણય નહિ લે તો સોની બજાર ગુવાર થી થઈ જશે.

 


રાજકોટ ગોલ્ડ ડિલર્સ એસોસિયેશનના ચેરમેન પ્રભુદાસભાઈ પારેખ અને પ્રમુખ ભાયાભાઈ સાહોલિયા એ જણાવ્યું હતું કે, ઘણા દિવસોથી સોની બજારની દુકાનો અને જવેલર્સ બધં છે હવે કોરોના ના કેસ માં ધીમેધીમે ઘટાડો થઈ રહ્યો છે. જો સરકાર દ્રારા રાત્રી કર્યુ નો નિર્ણય આગળ નહીં વધારાય તો ગુવારથી સોની બજાર સવારે ૧૦થી ૪ વાગ્યા સુધી ખુલ્લી રાખવા માટે નિર્ણય લીધો છે.

 


આવતીકાલે તારીખ ૧૨ મે ના રોજ આંશિક લોકડાઉન ની મુદત પૂરી થાય છે સરકાર એ આ બાબતે હજુ આગળ ની જાહેરાત કરી નથી આ દરમિયાન આગામી ૧૪ મી એ શુક્રવારે અક્ષય તૃતીયા નું પર્વ આવતું હોય આ દિવસનો ખાસ કરીને ઝવેરીઓ માટે વિશેષ મહિમા હોય છે દર વર્ષે અક્ષયતૃતીયાને લઇને વેપારીઓ દ્રારા સોના અને ચાંદીની ખરીદી પર અવનવી સ્કીમ મૂકવામાં આવતી હોય છે, ગત વર્ષે પણ અક્ષય તૃતીયાની ખરીદી પર કોરોના નું ગ્રહણ લાગ્યું હતું અને આ વર્ષે પણ કોરોના ની બીજી લહેર ચાલતી હોવાથી હજુ બજાર ખુલશે કે નહીં તે સરકારે કોઈ જાહેરાત કરી નથી.

 


ગોલ્ડ ડીલર એસોસીએશન ના હોદ્દેદારોએ જણાવ્યું હતું કે, ગુવારથી ૧૦:૦૦ થી ૪ વાગ્યા સુધી શોમ અને દુકાનો ચાલુ રહેશે ત્યારબાદ બધં રાખવામાં આવે તેવી વિચારણા કરવામાં આવી છે.


લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


કોરોના અંગેના મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં.  99251 12230  

View News On Application
RELATED NEWS