સરકારી કર્મચારીઓ હવે ઓફિસમાં પાંચ મિનિટનો યોગ બ્રેક લેશે

  • September 04, 2021 03:52 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

સરકારી ઓફિસોમાં સરકારી કર્મચારીઓ દરરોજ હવે પાંચ મિનિટનો યોગ બ્રેક લેશે અને આ મુજબનો સત્તાવાર રીતે આદેશ કેન્દ્ર સરકાર દ્વારા જારી કરવામાં આવ્યો છે તેમ આજે બપોરે મળેલા અહેવાલમાં જણાવવામાં આવ્યું છે.

 

કેન્દ્રના આયુષ મંત્રાલય દ્વારા આ માટે એપ પણ ડેવલપ કરવામાં આવી છે. સરકારની એવી ઇચ્છા છે કે કામકાજ દરમિયાન કર્મચારીઓ ફ્રેશ રહે અને કામની ગુણવત્તામાં પણ વધારો થાય. તમામ સરકારી કર્મચારીઓને એપ ડાઉનલોડ કરવાની સૂચના પણ આપી દેવામાં આવી છે.

 

આયુષ મંત્રાલય દ્વારા ડેવલપ કરવામાં આવેલી એપમાં યોગની પદ્ધતિ દર્શાવવામાં આવી છે અને તેના ફાયદા શું છે તેની માહિતી પણ આપવામાં આવી છે. દરરોજ પાંચ મિનિટ માટે યોગનો બ્રેક લેવાનો આદેશ બીજી સપ્ટેમ્બરના રોજ કેન્દ્ર સરકાર દ્વારા જારી કરી દેવામાં આવ્યો હતો.

 

તમામ મંત્રાલયને યોગ અંગેની આ એપ્લિકેશન ને પ્રમોટ કરવાની સૂચના પણ આપવામાં આવી છે અને તમામ સરકારી વિભાગોને પણ આ મુજબની સૂચના આપી દેવામાં આવી છે. પાંચ મિનિટનો યોગ કરવાથી સરકારી કર્મચારીઓની ક્ષમતામા વધારો થશે અને તેઓ શારીરિક રીતે સ્વસ્થ રહી શકશે તેમ સરકાર માને છે.

 


લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


કોરોના અંગેના મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં.  99251 12230  

View News On Application
RELATED NEWS