કોરોનાને કાબૂમાં લેવા વેક્સિનેશન ડબલ કરવા સરકારનો આદેશ

  • March 17, 2021 03:10 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

વેક્સિનેશન સેન્ટરો સાંજે છના બદલે રાત્રે 9-30 વાગ્યા સુધી ચાલુ રખાશે

 


કોરોના કેસની સંખ્યામાં અને મૃત્યુઆંકમાં થઈ રહેલા ચિંતાજનક વધારાને રોકવા માટે રાજ્ય સરકારે વેક્સિનેશનની ઝડપ વધારવા અને હાલ જેટલી વ્યક્તિઓને દરરોજ વેક્સિન આપવામાં આવે છે તે સંખ્યા ડબલ કરી દેવા આદેશ આપ્યો છે ચીફ સેક્રેટરી અનિલ મૂકીમે ગઈ કાલે આ સંદર્ભે તમામ જિલ્લા કલેકટર સાથે બેઠક યોજી હતી અને વેક્સિનેશન ડબલ કરવા પર ભાર મૂક્યો હતો. હાલ વેક્સિનેશન સેન્ટરો સવારે 10 30 વાગ્યાથી સાંજે 6 વાગ્યા સુધી ચાલુ રહેતા હોય છે તેના બદલે હવે આ સમય વધારીને સાંજના 6 ના બદલે રાત્રે 9-30 વાગ્યા સુધીનો રાખવા સુચના આપવામાં આવી છે.

 


રાજકોટ જિલ્લામાં સરકારી હોસ્પિટલોમાં 2020 બેડ ઉપલબ્ધ છે તે પૈકી 1858 બેડ ખાલી છે તેથી વધારાની કોઈ વ્યવસ્થા ઉભી કરવાની હાલ જરૂર જણાતી નથી તેવો જવાબ આ વિડીયો કોન્ફરન્સમાં આપવામાં આવ્યો હતો ખાનગી હોસ્પિટલો બાબતે એવી માહિતી આપવામાં આવી હતી કે 1084 બેડ માંથી 96 બેડ ભરાયેલા છે અને બાકીના બેડ ખાલી છે.


લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


કોરોના અંગેના મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં.  99251 12230  

View News On Application
RELATED NEWS