પેડલ વગરની Gozero Skellig Lite ઈલેક્ટ્રિક સાઈકલ ભારતમાં લોન્ચ થઈ, જાણો કિંમત

  • August 06, 2021 12:17 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

દેશમાં પેટ્રોલના ભાવ આસમાને છે તો બીજી તરફ સરકાર ઇલેક્ટ્રિક વાહનો પર સસબસિડી આપીને લોકોને ઈ-મોબિલિટી તરફ વાળવાનો પ્રયાસ કરી રહી છે. આવી સ્થિતિમાં, ઇલેક્ટ્રિક વાહન ઉત્પાદકો પણ આનો લાભ લેવાનો પ્રયાસ કરી રહ્યા છે. આવું જ કંઈક ઇંગ્લેન્ડની કંપની Gozeroએ પણ કર્યું છે. કંપનીએ ભારતમાં તેની ઇલેક્ટ્રિક બાઇક (ઇ-બાઇક) પોર્ટફોલિયોને આગળ ધપાવતા નવી Skellig Lite ઇલેક્ટ્રિક બાઇક લોન્ચ કરી છે. આ કંપનીની 'સસ્તી' ઇ-બાઇક છે, જે અનેક ફિચર્સથી સજ્જ છે.

 

Gozero Skellig Liteની કિંમત ભારતમાં 19,999 રૂપિયા રાખવામાં આવી છે અને તે માત્ર ઓનલાઈન જ મળી શકશે. તે માત્ર ઇલેક્ટ્રિક સાયકલ કંપનીની સત્તાવાર વેબસાઇટ દ્વારા જ ઓનલાઇન ખરીદી શકાશે. તે Skellig સિરીઝનું સૌથી સસ્તું ઈ-બાઇક છે. આ સિવાય, કંપની પાસે પહેલેથી જ Skellig અને Skellig Pro ઉપલબ્ધ છે, જેની કિંમત અનુક્રમે 32,499 અને 39,999 રૂપિયા છે.

 

ડિઝાઇન વિશે વાત કરીએ તો, તે પરંપરાગત સાયકલની ડિઝાઇનથી પ્રેરિત છે. તેની મધ્યમાં બેટરી પેક અને અન્ય આવશ્યક કંપોનન્ટ ફીટ કરવામાં આવ્યા છે, જેથી તેને થ્રોટલનો ઉપયોગ કરીને પેડલિંગ વગર ચલાવી શકાશે. તેના ટાયર મોટા છે અને ટ્રાન્સમિશન મલ્ટી ગિયર સેટથી સજ્જ છે. પાવરની દ્રષ્ટિએ, Skellig Liteમાં 250W રિયર હબ-ડ્રાઇવ મોટર લગાવવામાં આવી છે જેને લીધે ઇ-બાઇક મહત્તમ 25 કિમી પ્રતિ કલાકની ઝડપે દોડી શકે છે. 

 

બેટરી પેકની ક્ષમતા 210 WHની છે, તેને સંપૂર્ણ ચાર્જ થતા 2.5 કલાક લાગે છે. તેની રેન્જ 25 કિલોમીટર છે. બાઇકમાં ગોઝીરો ડ્રાઇવ કંટ્રોલ 2.0 એલઇડી ડિસ્પ્લે યુનિટ શામેલ છે, આ બાઇકમાં 26x1.95 ડાયમેન્શન ટાયરનો ઉપયોગ થયો છે અને મિક્સ્ડ મેટલ સ્ટેમ હેન્ડલ્સ, સ્પેશ્યલાઈઝડ વી-બ્રેક્સનો પણ સમાવેશ થાય છે. 


લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


કોરોના અંગેના મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં.  99251 12230  

View News On Application
RELATED NEWS