92 વર્ષના દાદાએ પ્રાણાયામ અને પુસ્તકોના સંગાથથી કોરોનાને આપી માત

  • April 28, 2021 03:40 AM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

શહેરમાં આજે વધી રહેલા કોરોનાના કેસ અને તેનાથી થતા મૃત્યુને પગલે સ્વસ્થ લોકો પણ નકારાત્મકતા વચ્ચે ઘેરાઈ ગયા છે. ત્યારે આજે આ નેગેટિવીટી વચ્ચે એક હકારાત્મક ઘટના સામે આવી છે. જેમાં 92 વર્ષના કોરોનાગ્રસ્ત બંસીલાલ જાનીએ કોરોનાને માત આપી અનેક લોકો માટે હકારાત્મક ઉર્જાનો સ્ત્રોત બન્યા છે. આ ઉંમરે પણ સતત એક્ટિવ રહેવા ટેવાયેલા દાદા બંસીલાલ જાનીએ પોતાના મક્કમ મનોબળથી ગણતરીના દિવસોમાં જ કોરોનાને હરાવ્યો છે.

 


આ અંગે વાત કરતાં પૌત્ર પ્રજ્ઞેશ જાનીએ ’આજકાલ’ સાથેની વાતચીતમાં જણાવ્યું હતું કે, ’દાદા બંસીલાલ જાની અને દાદી કાંતાબેન જાની બંને ભાયાવદર એકલા રહેતા હતાં. ઘરે કામ કરવાં આવતાં બહેનની તબિયત ખરાબ હોય તેમને કારણે જ કદાચ સંક્રમણ ફેલાયું હતું. દાદા, દાદીની તબિયત ખરાબ હોવાની ખબર પડતાં જ તેમને ગાડીમાં રાજકોટ લઇ આવ્યા હતાં. અહીં આવ્યા ત્યારે દાદાનું ઓક્સિજન લેવલ સારું હતું, જ્યારે દાદીનું ઓક્સિજન લેવલ 85 થઈ ગયું હતું. જેને લીધે દાદી કાંતાબેનને હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા. પરંતુ દુભર્ગ્યિવશ 13 તારીખે તેમનું નિધન થયું હતું.

 

 

14 તારીખે દાદાને એડમિટ કરવા પડ્યા
દાદીના નિધન પછી તારીખ 14ના રોજ દાદા બંસીલાલની તબિયત લથડતાં તેમને સમરસ હોસ્ટેલમાં દાખલ કરવામાં આવ્યા હતા. જ્યાં બે દિવસ સુધી સામાન્ય ઓક્સિજન આપવામાં આવ્યું હતું. જે પછી તેમના મક્કમ મનોબળને લીધે ત્રીજા દિવસથી તે પણ બંધ કરી દેવામાં આવ્યું હતું.

 

 


રોજ સવારે પ્રાણાયામ અને યોગ દાદાનું રૂટીન
દાદાની સવાર દરરોજ પ્રાણાયમ અને યોગથી જ શરૂ થતી હોય છે. સમરસ હોસ્ટેલમાં પણ તેઓ અનુલોમ વિલોમ કરતાં. તેમને ત્યાં પણ એક્ટિવ જોઈને આસપાસના દર્દીઓ પણ આશ્ચર્ય અનુભવતા હતા. તેમની સ્ફૂર્તિ જોઈને અનેક દર્દીઓ મેળવતાં હતાં. દાદા પોતે પેન્શનર અસોસીએશન (વેસ્ટર્ન રેલવે)ના સેક્રેટરી છે અને અનેક લોકો કે જેમને પેન્શનને લઈને મુશ્કેલીઓ થતી હોય તેમને મદદ કરવા હંમેશા તત્પર હોય છે.

 


વીડિયો કોલિંગમાં પણ પરિવાર સાથે હકારાત્મક વાતો કરતાં
92 વર્ષીય બંસીલાલ જાની તે પોતાની ચોથી પેઢી જોઈ રહ્યા છે. તેઓ સમરસ હોસ્ટેલ માં પણ વીડિયો કોલિંગ કરી પરિવાર સાથે સતત હકારાત્મક વાતો કરતા રહેતા. તેમના પૌત્રના કહેવા પ્રમાણે, દાદા વીડિયો કોલિંગમાં પણ ’મને કઈ નથી થયું મને હવે ઘરે લઈ જાઉં અથવા તો હું જાતે ઘરે આવી જાઉં’ તેમ કહી અમને હકારાત્મક ઊર્જા આપતાં.

 


પૌત્રને કહી 108માં પાંચ પુસ્તકો મૂકાવ્યા !
બંસીલાલ જાનીને વાંચનનો ખૂબ શોખ છે. જ્યારે સમરસ હોસ્ટેલ માં કરવામાં આવી રહ્યા હતા ત્યારે પૌત્રને કહીને બંસીલાલ જાનીએ 5 પુસ્તકો 108 એમ્બ્યુલન્સમાં મૂકાવ્યા હતા. દાદાના અભિગમને પરિણામે તારીખ 21ના રોજ તેમનો રિપોર્ટ નેગેટિવ આવતા તેમને હોસ્પિટલમાંથી ડિસ્ચાર્જ કરવામાં આવ્યા હતા.


લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


કોરોના અંગેના મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં.  99251 12230  

View News On Application
RELATED NEWS