વાવાઝોડુ પ્રચંડ થતા દરિયાકાંઠાના વિસ્તારમાં ગ્રેટ ડેન્જરનું એલર્ટ

  • May 17, 2021 08:52 AM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

તૌકતે વાવાઝોડું ગુજરાત તરફ આગળ વધી રહ્યું છે. હવામાન વિભાગના જણાવ્યાનુસાર વાવાઝોડું ગુજરાતના દરિયાકાંઠાના વિસ્તારને 175 કિમીની ઝડપે ટકરાશે. તેવામાં રાજ્યમાં ગ્રેટ ડેન્જરનું એલર્ટ આપવામાં આવ્યું છે. લોકોને બે દિવસ સુધી ઘરની બહાર ન નીકળવાની પણ અપીલ કરવામાં આવી છે. વાવાઝોડાના સમયે 15 જેટલા જિલ્લામાં 70થી 175 કિમીની ઝડપે પવન ફુંકાઈ શકે છે. 

 

 

હવામાન વિભાગે રવિવારે રાત સુધીમાં અલગ અલગ જિલ્લામાંથી દોઢ લાખ લોકોને સલામત સ્થળે ખસેડ્યા હતા. રાજ્યભરમાં બચાવકાર્ય માટે NDRFની 44 ટીમને તૈનાત કરી દેવાઈ છે, જ્યારે SDRFની પણ 6 ટીમને સ્ટેન્ડ બાય રખાઈ છે. 

 

 


લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


કોરોના અંગેના મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં.  99251 12230  

View News On Application
RELATED NEWS