ગુજરાત બોર્ડની ધોરણ 12 ની પરીક્ષા રદ્દ

  • June 03, 2021 09:31 AM 

ગુજરાત બોર્ડની ધોરણ 12 ની પરીક્ષા રદ્દ  કરવાનો નિર્ણય આજે મળેલી કેબિનેટની બેઠક બાદ લેવામાં આવ્યો છે. આ નિર્ણય અંગે સત્તાવાર જાહેરાત શિક્ષણ મંત્રી ભુપેન્દ્રસિંહ ચુડાસમા દ્વારા કરવામાં આવી હતી. આ તકે તેમણે જણાવ્યું હતું કે ધોરણ 10ના રીપીટર વિદ્યાર્થીઓની પરીક્ષા મામલે હાલ વિચારણા થઈ રહી છે. 

 

આજે સવારે ધોરણ 12ની પરીક્ષા સંદર્ભે કેન્દ્ર સરકાર દ્વારા તમામ રાજ્યો સાથે મીટીંગનું આયોજન કરવામાં આવ્યું હતું અને તેમાં ગુજરાતે પોતે પરીક્ષા લેવા માટે તૈયાર છે તેમ જણાવ્યું હતું પરંતુ વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ગઈકાલે સેન્ટ્રલ બોર્ડ ઓફ સેક્ધડરી એક્ઝામિનેશન (સીબીએસઈ)ની ધોરણ 12 ની પરીક્ષા અહીં લેવાય તેવી જાહેરાત કરતા હવે ગુજરાત સરકાર પણ આ મામલે યુ ટર્ન લેવો પડ્યો છે. 

 


ગુજરાત માધ્યમિક શિક્ષણ બોર્ડ દ્રારા આગામી ૧લી જુલાઇથી ધોરણ ૧૨ વિજ્ઞાન પ્રવાહ સામાન્ય પ્રવાહ તેમજ ધોરણ ૧૦ના રીપીટર વિધાર્થીઓની પરીક્ષા લેવાનાર હતી. આ પરીક્ષા અંગેનો સત્તાવાર ટાઈમટેબલ ગઇકાલે જાહેર કરી દેવામાં આવ્યું હતું આ ટાઇમ ટેબલ જાહેર થયાના ૨૪ કલાક દરમિયાન જ સરકારે પરીક્ષા રદ કરવાનો નિર્ણય લેવો પડો છે.

 


ગઈકાલે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ વિધાર્થીઓના હિતમાં સીબીએસઈની ધોરણ ૧૨ની પરીક્ષા રદ કરવાનો નિર્ણય લીધો હતો.જેને ધ્યાનમા રાખી આજે રાય મંત્રીમંડળની બેઠકમાં ધોરણ૧૨ની પરીક્ષાઓ રદ કરવામાં આવી છે. જેની જાહેરાત શિક્ષણ મંત્રી ભૂપેન્દ્રસિંહ ચુડાસમા દ્રારા કરવામાં આવી છે. ગત તા ૨૫ મે ના રોજ કેન્દ્ર સરકારના ચાર માન્ય સિનિયર મંત્રીઓની હાજરીમાં દેશ ના શિક્ષણ મંત્રી ઓની મહત્વની બેઠક ઓનલાઇન બોલાવવામાં આવી હતી જેમાં દરેક રાયોના પરીક્ષા સંદર્ભે મંતવ્ય લેવામાં આવ્યા હતા જેને ધ્યાનમાં લઇને ગઇકાલે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ધોરણ ૧૨ ની પરીક્ષા રદ કરવાનો નિર્ણય કર્યેા હતો જે અનુસંધાને આજે રાય મંત્રીમંડળની બેઠકમાં મુખ્યમંત્રી વિજય પાણી એ પરીક્ષાના મામલે ચર્ચા કરી હતી. કેન્દ્ર સરકારના નિર્ણયને પગલે ગુજરાત માધ્યમિક શિક્ષણ બોર્ડ દ્રારા લેવાનારી ધોરણ ૧૨ ની પરીક્ષા રદ કરવાનું નિર્ણય કરવામાં આવ્યો છે.

 


શિક્ષણ મંત્રી ભૂપેન્દ્રસિંહ ચુડાસમાએ જણાવ્યું છે કે બોર્ડની પરીક્ષાને લઇને કેન્દ્ર સરકાર દ્રારા ગાઈડલાઈન બહાર પાડવામાં આવશે તે મુજબ બોર્ડ કાર્યવાહી કરશે. ધોરણ ૧૦ ની માર્કશીટ સંદર્ભે ટૂંકસમયમાં નિતી નિયમો બહાર પડશે અને તેના આધારે માર્કશીટ આપવામાં આવશે. વધુમાં તેમણે રીપીટર વિધાર્થીઓની પરીક્ષાને મામલે હવે નિર્ણય કરવામાં આવશે એવું સ્પષ્ટ્ર જણાવ્યું હતું.

 


વધુમાં આગામી શૈક્ષણિક સત્ર સાત જૂનથી શ થશે જે ઓનલાઈન રહેશે આ અંગેની કાર્યવાહી શ કરી દેવામાં આવી છે. અત્રે નોંધવું જરી છે કે રાય સરકારના શિક્ષણ વિભાગ દ્રારા ગઈકાલે ધોરણ ૧૨ ની પરીક્ષાનું ટાઈમ ટેબલ જાહેર કરવામાં આવ્યું છે માત્ર ૨૪ કલાકમાં સરકારને આ પરીક્ષા રદ કરવી પડે તેવી સ્થિતિ નિર્માણ થઇ છે સરકારે લીધેલા નિર્ણય પર યુ ટર્ન લેવો પડો છે.

 

પરીક્ષા રદ કરવાના મામલે ગઈકાલે મોડી રાત સુધી બેઠકોનો દોર ચાલ્યો
વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ગઇકાલે સીબીએસસીની પરીક્ષા રદ કરવાના નિર્ણય બાદ ગુજરાત માધ્યમિક શિક્ષણ બોર્ડ દ્રારા લેવાનારી ધોરણ ૧૨ ની પરીક્ષા રદ કરવાને મુદ્દે મોડી રાત સુધી બેઠકોનો દોર ચાલ્યો હતો જેમાં રાયના મુખ્યમંત્રી નાયબ મુખ્યમંત્રી શિક્ષણમંત્રી અને શિક્ષણ વિભાગના ઉચ્ચ અધિકારીઓ હાજર રહ્યા હતા.
પરીક્ષા રદ કરવાને લઈને એને સિવાય દ્રારા પણ આંદોલનની ચીમકી આપવામાં આવી હતી કેન્દ્ર સરકારના પરીક્ષા રદ કરવાના નિર્ણયમાં વિધાર્થીઓના આરોગ્યને ધ્યાનમાં રાખીને નિર્ણય લેવાયો હતો એનએસયુઆઇ દ્રારા રાયની તમામ ડીલરો કચેરીના ઘેરાવ કરીને વિરોધ પ્રદર્શન કરવાની ચીમકી પણ આપવામાં આવી હતી.
વાલી મંડળ દ્રારા પણ આ પરીક્ષા રદ કરવાને લઈને સરકાર પર સતત દબાણ ઊભું કરવામાં આવતા આજે સરકારને ગઈકાલે મોડી રાત સુધી મનોમંથન કરવું પડું હતું.  

 


લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


કોરોના અંગેના મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં.  99251 12230  

View News On Application
RELATED NEWS