કોરોના કાળમાં પવન ઉર્જા ઉત્પાદન ક્ષેત્રે ગુજરાત દેશમાં પ્રથમક્રમે આવ્યું

  • July 02, 2021 12:16 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

એપ્રિલ ૨૦૨૦થી માર્ચ ૨૦૨૧ દરમિયાન ૧૦૨૦ મેગાવોટનો ઉમેરો:  દેશમાં કુલ પવન ઉર્જાના ઉત્પાદનમાં ગુજરાત ૮૫૬૧.૮ મેગાવોટ સાથે બીજાક્રમે

 


કોરોના સંક્રમણના સમયમાં વિવિધ ઉધોગોમાં ઉત્પાદન ઓછું થયું છે પરંતુ વિન્ડ પાવર જનરેશનમાં ગુજરાત સમગ્ર દેશમાં પહેલાક્રમે આવ્યું છે. રાયમાં એપ્રિલ ૨૦૨૦ થી માર્ચ ૨૦૨૧ દરમ્યાન કોરોના સંક્રમણના સમયમાં વિન્ડ પાવરની જનરેશન કેપેસિટી ૧૦૨૦ મેગાવોટ થઇ છે જે વિન્ડ પાવર પ્રોજેકટ ધરાવતા દેશના ટોચના પાંચ રાયોમાં પ્રથમક્રમે છે.

 


આ સમયગાળામાં તામિલનાડુમાં ૩૦૩ મેગાવોટ, કર્ણાટકમાં ૧૪૮ મેગાવોટ, રાજસ્થાનમાં ૨૭ મેગાવોટ તેમજ આંધ્રપ્રદેશમાં ચાર મેગાવોટ કેપેસિટીમાં વધારો થયો છે. આ સાથે ગુજરાતની પાવર જનરેશનની કુલ ઓપરેશનલ કેપેસિટી ૭૫૪૧.૫ મેગાવોટથી વધીને ૮૫૬૧.૮ મેગાવોટ થઇ છે. છેલ્લા વર્ષની તુલનામાં ગુજરાતે ૧૪૬૮.૪ મેગાવોટની કેપેસિટીનો વિસ્તાર કર્યેા છે.

 


રાયના ઉર્જા વિભાગના અધિકારીના જણાવ્યા પ્રમાણે દેશમાં વિન્ડ પાવર જનરેશન કેપેસિટીમાં તામિલનાડુ પ્રથમક્રમે છે. આ રાયમાં કુલ કેપેસિટી ૧૦,૦૦૦ મેગાવોટ સુધી પહોંચવાની તૈયારી છે. ૨૦૧૯ના વર્ષમાં રાયમાં ૯૫૦૦ મેગાવોટની કેપેસિટી નોંધવામાં આવી છે. બીજા નંબરે આવેલા ગુજરાતમાં ૨૦૧૮માં પાવર જનરેશન કેપેસિટી ૬૦૪૪ મેગાવોટ હતી જે ૨૦૧૯માં વધીને ૭૮૫૫ મેગાવોટ થઇ હતી અને હવે છેલ્લા રિપોર્ટ પ્રમાણે ૮૫૬૧.૮ મેગાવોટ થઇ છે.

 


ગુજરાતના પાડોશી રાય મહારાષ્ટ્ર્રમાં વિન્ડ પાવર પ્રોજેકટમાં જનરેશન કેપેસિટી ૪૯૦૦ મેગાવોટ સુધી પહોંચી છે યારે કર્ણાટકની કેપેસિટી ૪૮૦૦ મેગાવોટ જોવા મળી છે. રાજસ્થાનનો ક્રમ પાંચમો છે. આ રાયમાં પાવર જનરેશન કેપેસિટી ૪૪૦૦ મેગાવોટની થવા જાય છે.

 


ભાજપના કુલ નવ રાયોમાં વિન્ડ પાવર પ્રોજેકટ એવા છે કે યાં પાવર જનરેશન કેપેસિટીમાં વધારો થઇ રહ્યો છે. અન્ય રાયોમાં આંધ્રપ્રદેશ, મધ્યપ્રદેશ, તેલંગાણા અને કેરાલાનો સમાવેશ થાય છે. દેશની કુલ ઇન્સ્ટોલ વિન્ડ કેપેસિટી ૩૭૫૦૦ મેગાવોટ કરતાં વધારે છે જે ૨૦૧૮માં ૩૫૬૨૬ અને ૨૦૧૭માં ૩૪૦૪૬ મેગાવોટ જોવા મળી હતી.
દેશમાં ૨૦૦૫ના વર્ષમાં વિન્ડ પાવર ઇન્સ્ટ્રોલ કેપેસિટી માત્ર ૬૨૭૦ મેગાવોટ જોવા મળી હતી. વિશ્વના દેશોમાં ભારત અને ચાઇના એવા દેશો છે કે યાં વિન્ડ પાવર પ્રોજેકટ મોટી માત્રામાં આવેલા છે અને વીજળીનું ઉત્પાદન કરે છે.


લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


કોરોના અંગેના મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં.  99251 12230  

View News On Application
RELATED NEWS