ગુજરાત કોંગ્રેસ પ્રદેશ માળખું ટૂંક સમયમાં જ જાહેર થશે

  • June 08, 2021 11:20 AM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

કોંગ્રેસ અગ્રણી ભરતસિંહ સોલંકીના દિલ્હીમાં ધામા


વિધાનસભાની સામાન્ય ચૂંટણી ને આડે માત્ર દોઢ વરસ બાકી રહ્યો છે ત્યારે ગુજરાત કોંગ્રેસમાં આગામી દિવસોમાં મોટા ફેરફાર આવી રહ્યાના સંકેતો મળી રહ્યા છે ગુજરાતના પ્રભારી રાજીવ સાતવ ના અવસાન બાદ હાઈ કમાન્ડે નવા પ્રદેશ કોંગ્રેસ પ્રભારી પદ માટે લગભગ અવિનાશ પાંડે નિયુકત કરવા માટે મન બનાવી લીધું છે ત્યારે પ્રદેશ કોંગ્રેસ પ્રમુખ અને વિધાનસભા વિપક્ષના નેતાપદ માટે કોંગ્રેસના લોબિંગ શ થયું છે યારે ગુજરાત કોંગ્રેસના અગ્રણી ભરત સોલંકી દિલ્હી પહોચતા અનેક રાજકીય તર્ક વિતર્કેા શ થઈ ચૂકયા છે અને ગુજરાતના પ્રદેશ માળખા માટે થઈને મોટી જાહેરાત થાય તેવી સંભાવના કોંગ્રેસ વર્તુળમાંથી વ્યકત કરવામાં આવી રહી છે.

 


ગુજરાત કોંગ્રેસના દિગ્ગજ નેતા અહેમદ પટેલના અવસાન બાદ ભરત સોલંકી ગુજરાત કોંગ્રેસ પર રાજકીય આધિપત્ય જમાવવા આગળ વધી રહ્યા છે નવા પ્રદેશ પ્રમુખની નિમણૂક થાય તે પહેલાં જ અમદાવાદમાં કોળી ઠાકોર અને ઓબીસી ધારાસભ્યોની એક ખાનગી બેઠક તેમણે બોલાવી હતી જેના કારણે ગુજરાત કોંગ્રેસનું રાજકારણ ગરમાયું છે અત્યારે પ્રદેશ પ્રમુખ માટે ભરતસિંહ સોલંકી અને અર્જુન મોઢવાડિયા ના નામો આગળ ચાલી રહ્યા છે યારે શકિતસિંહ ગોહિલ આ પદ મેળવવા માટે અનિચ્છા દર્શાવી હોવાનું સૂત્રો જણાવી રહ્યા છે. પ્રદેશ પ્રમુખના પદને લઈને કોંગ્રેસના ધારાસભ્યો માં બેઠા જોવા મળી રહ્યા છે સૌરાષ્ટ્ર્રના કોંગ્રેસી ધારાસભ્યો અર્જુન મોઢવાડિયા પ્રદેશ પ્રમુખ બને તેવું ઇચ્છી રહ્યા છે યારે ઉત્તર ગુજરાતના ધારાસભ્ય ભરતસિંહ સોલંકી પ્રદેશ પ્રમુખ બને તેવું ઇચ્છી રહ્યા છે. સ્થાનિક સ્વરાયની ચૂંટણી તેમજ વિધાનસભાની પેટાચૂંટણીમાં મળેલી કારમી હારના પગલે પ્રદેશ પ્રમુખ અમિત ચાવડા અને વિપક્ષના નેતા પરેશ ધાનાણીએ પોતાની જવાબદારીનો સ્વીકાર કરીને રાજીનામાં હાઇકમાન્ડને સોંપી દીધા હતા પરંતુ કોરોનાની મહામારી ના કારણે આ અંગે લાંબા સમયથી નિર્ણય લઈ શકાયો ન હતો.

 


કોંગ્રેસનાં હાઈ કમાન્ડ હવે ગુજરાતમાં કોંગ્રેસનું સંગઠન વધુ મજબૂત બને તેવું ઇચ્છી રહ્યા છે ત્યારે પ્રદેશ માળખાની રચના પણ ટૂંક સમયમાં કરવામાં આવશે ભરતસિંહ સોલંકી દિલ્હી પહોંચ્યા છે તેની ચર્ચા ચાલી રહી છે ગમે તે ઘડીએ પ્રદેશ કોંગ્રેસ પ્રભારી ના નામની જાહેરાત કરવામાં આવે તેવી સંભાવનાઓ વ્યકત કરવામાં આવી રહી છે. આ મામલે છેલ્લા બે દિવસથી દિલ્હીમાં મેરેથોન બેઠકો ચાલી રહી છે.


લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


કોરોના અંગેના મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં.  99251 12230  

View News On Application
RELATED NEWS