ગુજરાતમાં કોરોનાના 5 કેસ પોઝિટિવ, અ'વાદમાં બે પોઝિટિવ કેસ

  • October 28, 2020 11:34 AM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

 

19 માર્ચએ ગુજરાતમાં કોરોના વાયરસની એન્ટ્રી થઈ હોવાની વાતની પુષ્ટિ થઈ હતી. રાજ્યમાં સુરત અને રાજકોટમાં બે પોઝિટિવ કેસ સામે આવ્યા બાદ વધુ ત્રણ પોઝિટિવ કેસ સામે આવ્યા છે.  જેમાં બે કેસ અમદાવાદના છે અને એક વડોદરાનો કેસ છે. આ વાતની પુષ્ટિ સત્તાવાર રીતે આરોગ્ય સચિવ જયંતિ રવિએ કરી હતી. તેમણે લોકોને વધુ સતર્ક રહેવા જણાવ્યું હતું.

 

જેમાં વડોદરાનો દર્દી સ્પેનથી આવ્યો હતો અને અમદાવાદમાં ફીનલેન્ડથી આવેલી યુવતીનો રીપોર્ટ પોઝિટિવ છે. અમદાવાદના બે કેસમાંથી એક 21 વર્ષની યુવતી સેટેલાઈટ વિસ્તારમાં રહે છે અને તે ન્યૂયોર્કથી પરત ફરી હતી. ત્યાંથી આવ્યા બાદ તેને કોરોનાના લક્ષણો જણાતા ટેસ્ટ કરાવામાં આવ્યા હતા. આ ટેસ્ટ માટે સેમ્પલ પૂણે મોકલાયા હતા. પૂણેથી આ રિપોર્ટ પોઝિટિવ હોવાની જાણ કરવામાં આવી છે. આ સાથે જ ગુજરાતમાં પાંચ કોરોના પોઝિટિવ દર્દી છે જે સારવાર લઈ રહ્યા છે. 
 

આરોગ્ય સચિવએ કહ્યું હતું કે રાજ્યમાં જે લોકો પણ વિદેેશથી આવેલા લોકોના સંપર્કમાં આવ્યા હોય તેમનું પણ સ્ક્રીનિંગ કરવામાં આવશે. આ ઉપરાંત જેમના પોઝિટિવ રિપોર્ટ આવ્યા છે તેમના પરીવારના લોકો અને અન્ય લોકોને પણ ઓબઝરવેશનમાં રાખવામાં આવશે. કોરોના વાયરસના જેમના રીપોર્ટ પોઝિટિવ આવ્યા છે તે તમામ ડાયરેક્ટ ગુજરાત નથી આવ્યા તેઓ વિદેશથી પહેલા મુંબઈ કે દિલ્હી લેન્ડ થયા હતા અને ત્યાંથી ગુજરાત આવ્યા હતા. 


લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


કોરોના અંગેના મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં.  99251 12230  

View News On Application
RELATED NEWS