ગુજરાતનું જાહેરદેવુ રુપિયા.267650 કરોડને આંબી ગયુ: દેવાયામાં 27346 કરોડનો વાર્ષિક વધારો

  • March 10, 2021 10:39 AM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

ગુજરાત રાજ્યમાં 31-1- 2021 ની સ્થિતિએ રાજ્યના જાહેર દેવા ની વિગતો કોંગ્રેસના ધારાસભ્ય ગ્યાસુદ્દીન શેખ દ્વારા પ્રશ્નોત્તરીમાં માંગવામાં આવી હતી .જેના લેખિત જવાબમાં નાણામંત્રી નીતિનભાઈ પટેલે જણાવ્યું હતું કે વર્ષ 2019- 20 માં બાકી જાહેર દેવું રૂપિયા 267650 કરોડ થવા પામ્યું છે .આજે વધારો વર્ષ 2018- 19 મા 27714 કરોડ 2019 માં રૂ.25347 કરોડનો વધારો નોંધાયો છે.

 


ગુજરાત વિધાનસભાની પ્રશ્નોત્તરી દરમિયાન નાણા મંત્રી નિતિનભાઈ પટેલે લેખિતમાં કબૂલ્યું છે કે 2019 ના સુધારેલા અંદાજ મુજબ 2,67,650 કરોડ બાકી જાહેર દેવું છે. વર્ષ 2018 19 ના 27714કરોડ ચોખ્ખા દેવાનો વધારો થયો છે. અને 2019માં સુધારેલાઅંદાજ મુજબ 27346 કરોડના દેવાનું વધારો નોંધાયો છે.

 


કોરોનાની મહામારી દરમ્યાન રાજકોટનો પોરબંદર જિલ્લામાં કોરોના મહામારી અંતર્ગત ડેઝીગ્નેટેડ હોસ્પિટલને કરવામાં આવેલા ચૂંટણીના નો મામલો કોંગ્રેસના ધોરાજીના ધારાસભ્ય લલિત વસોયા દ્વારા ઉઠાવવામાં આવ્યો હતો જેમાં રાજકોટના આવેલી ક્રાઇસ્ટ હોસ્પિટલના પચાસ બેડ સરકારી કવોટામાં અનામત રાખવામાં આવ્યા હતા અને આ સારવાર બદલ રાજકોટની ક્રાઇસ્ટ હોસ્પિટલને 40.25લાખ ચુકવણું રાજ્ય સરકાર દ્વારા કરવામાં આવ્યું હોવાનું રાજ્યના આરોગ્ય મંત્રી નીતિનભાઇ પટેલે વિધાનસભાગૃહમાં જણાવ્યું હતું.

 


જ્યારે પોરબંદરની ઠકરાર હોસ્પિટલ માં કોરોનાની મહામારી દરમિયાન સરકારી ફોટામાં 100જેટલા અનામત રાખવામાં આવ્યા હતા આ હોસ્પિટલમાં વિવિધ સારવાર બદલ 50.60 લાખની રકમ ચુકવવામા આવી છે.

 


હોસ્પિટલમાં સારવાર લેનાર લોકોને વિવિધ સારવાર પૂરી પાડવામાં આવી છે જેમાં આઇસોલેશન, ઇન્જેક્શન, વેન્ટિલેટર સહિતનીઆઇ.સી.યુની સેવા નિ:શુલ્ક પૂરી પાડવામાં આવી હતી હોસ્પિટલોમાં ચુકવણા બાકી છે તેમના પેમેન્ટ ની પ્રક્રિયા ચકાસણીના અંતે પૂરી કરવામાં આવશે એમ આરોગ્ય મંત્રી નીતિનભાઇ પટેલે જણાવ્યું હતું.

 


ગુજરાત રાજ્યમાં વીજ ઉત્પાદન ક્ષમતાનો પ્રશ્ન લિંબાયતના ધારાસભ્ય શ્રીમતી સંગીતાબેન પાટીલ દ્વારા પૂછવામાં આવ્યો હતો. જેના જવાબમાં રાજ્યના ઊર્જા મંત્રીશ્રીએ જણાવ્યું હતું કે 31 -12 -2020 ની સ્થિતિએ કુલ 24022 મેગાવોટ ચા પીધી ઉત્પાદનક્ષમતામાં કે ગુજરાત ઉર્જા વિકાસ નિગમ લિમિટેડ દ્વારા લાંબા ગાળાના વીજ કરાર અંતર્ગત પૂરવઠો પૂરો પાડવામાં આવે છે. છેલ્લા બે વર્ષ દરમિયાન આ ઉત્પાદન ક્ષમતા 2823 .80મેગાવોટનો વધારો થયો છે. રાજ્યના ઊર્જા મંત્રી એ લેખિતમાં જણાવ્યું છે.

 


ધારાસભ્ય પૂજા વંશે પ્રશ્નોત્તરીના પ્રશ્ન નં. 138, 170, 191, 273, 282, 283, 309માં ઔદ્યોગિક એકમોને વિજ શુલ્ક માફી આપવા મુદ્દે પોઈન્ટ ઓફ ઓર્ડર લીધો.પહેલાં જવાબ લાખમાં બતાવ્યા પછી રૂપિયામાં બતાવ્યા છે આ મામલે ઉર્જા મંત્રી સૌરભ પટેલનો જવાબ - ભૂલ થઈ છે, સ્વીકારું કર્યો હતો.

 


ધારાસભ્ય જશુ પટેલ બાદ ધારાસભ્ય કિરીટ પટેલનો પણ ગૃહમાં બળાપો વ્યક્ત કર્યો હતો કે ખાણ ખનીજના અધિકારીઓ દ્વારા ધારાસભ્યોને દાદા આપવામાં આવતી નથી 20 વખત દિવસમાં ફોન કરવા છતાં અધિકારીઓ ફોન ઉપાડતા નહીં હોવાની રાવ વિધાનસભાગૃહમાં કરવામાં આવી હતી અને માંગવામાં આવતી માહિતી આપવામાં દિવસ દાદા આવતા હોવાનું પણ જણાવ્યું હતું.


લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


કોરોના અંગેના મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં.  99251 12230  

View News On Application
RELATED NEWS