આગ્રાના બે ગામોમાં કોરોનાથી હાહાકાર, લક્ષણો દેખાયા બાદ ૨૦ જ દિવસમાં ૬૪ લોકોના મોત

  • May 11, 2021 11:20 AM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

ઉત્તર પ્રદેશના ગામડાઓમાં કોરોનાથી લોકોના મરવાનો ક્રમ યથાવત છે. આગ્રાના બે ગામોમાં છેલ્લા ૨૦ દિવસમાં ૬૪ લોકોના મોત થયા છે. તમામને પહેલા તાવ આવ્યો, પછી શ્વાસ લેવામાં તકલીફ થઈ અને ત્યારબાદ તેમનું મોત થઈ ગયું. બે ગામોમાં ૬૪ લોકોના મોત બાદ તત્રં હરકતમાં આવ્યું અને ૧૦૦ લોકોની કોરોના તપાસ કરવામાં આવી, જેમાં ૨૭ પોઝિટિવ આવ્યા. આગરાથી લગભગ ૪૦ કિલોમીટર દૂર એત્માદપુરનું ગામ કુરગવાં છે. અહીં છેલ્લા ૨૦ દિવસમાં ૧૪ લોકોના મોત થઈ ચુકયા છે.

 


ગામલોકોના જણાવ્યા પ્રમાણે, આ મોત ખાંસી–શરદી–તાવ અને શ્વાસ લેવામાં તકલીફના કારણે થયા છે. હાલમાં જ આ ગામમાં કોરોનાની તપાસ કરવામાં આવી, જેમાં લગભગ ૧૦૦ સેમ્પલ લેવામાં આવ્યા અને તેમાંથી ૨૭ લોકો કોરોના પોઝિટિવ આવ્યા હતા. જે લોકોનો રિપોર્ટ પોઝિટિવ આવ્યો છે, તેમને કુરગવાંની પ્રાથમિક સ્કૂલમાં બનેલા આઇસોલેશન સેન્ટરમાં રાખવામાં આવ્યા છે. આ આઇસોલેશન સેન્ટરમાં કોઈ પણ પ્રકારની સુવિધા નથી. આ જ કારણ છે કે આઇસોલેશન સેન્ટરમાં એક ૬૫ વર્ષના વૃદ્ધની હાલત વધારે ખરાબ થઈ ગઈ અને તેમને આગરા શિફ્ટ કરવા પડયા.

 


બીજી તરફ ગામના લોકોમાં જાગૃતતાનો પણ અભાવ છે. જે લોકોનો કોરોના રિપોર્ટ પોઝિટિવ આવે છે, તેઓ ડરથી ગામથી શહેર જવા નથી ઇચ્છતા. ગામના લોકોનું કહેવું છે કે જે લોકોનો કોરોના રિપોર્ટ પોઝિટિવ આવ્યો છે તેઓ પણ આઇસોલેશન સેન્ટરમાં નથી બેસતા અને અહીં–તહીં ફરે છે. આગરાનું બમરૌલી કટારા ગામ પણ કોરોનાથી ઘણું જ પ્રભાવિત છે. લગભગ ૪૦ હજારની વસ્તીવાળા આ ગામના સરપચં પ્રમાણે અત્યાર સુધી અહીં ૫૦ લોકોના મોત થઈ ચુકયા છે.

 


સતત અપીલ કર્યા બાદ અહીં સ્વાસ્થ્ય વિભાગની ટીમ પહોંચી અને ૪૬ લોકોનો કોરોના ટેસ્ટ કર્યેા, જેમાં ૨ લોકોના રિપોર્ટ પોઝિટિવ આવ્યા છે. ગામની સંખ્યા વધારે હોવાના કારણે અત્યારે ટેસ્ટિંગ નથી થઈ રહ્યું. જો કે અહીં માસ્ક અને સોશિયલ ડિસ્ટન્સિંગનું પાલન પણ નથી થઈ રહ્યું. ગામના સામુદાયિક કેન્દ્ર પર પણ તાળુ છે


લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


કોરોના અંગેના મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં.  99251 12230  

View News On Application
RELATED NEWS