જરૂર પડયે ખાનગી હોસ્પિટલોના 50 ટકા બેડ કોરોના દર્દીઓ માટે લેવાશે: કલેકટર

  • March 26, 2021 02:20 AM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

સમરસ હોસ્ટેલ, કેન્સર હોસ્પિટલ, વીરનગર, જસદણ, ધોરાજી અને ગોંડલમાં કોવિડ કેર સેન્ટર શરૂ કરાશે

 


રાજકોટ શહેર અને જિલ્લામાં કોરોનાના કેસ અને મૃત્યુઆંક ચિંતાજનક હદે વધી રહ્યો છે. ગઈકાલે 130 કેસ નોંધાયા હતા અને આજે સવારે 6 દર્દીઓના મૃત્યુ નિપજ્યા છે. રાજકોટ જિલ્લા કલેકટર રેમ્યા મોહને જણાવ્યું હતું કે, નવા કોવિડ કેર સેન્ટરો શ કરવામાં આવી રહ્યા છે. બેડની પુરતી સંખ્યા છે પરંતુ જો પરિસ્થિતિ વધુ ખરાબ થશે તો ખાનગી હોસ્પિટલોના બેડમાંથી 50 ટકા બેડ રાજ્ય સરકાર લઈ લેશે અને આ અંગેનું જાહેરનામું પ્રસિધ્ધ કરવામાં આવશે. હાલ તુરંત આવી સ્થિતિ નથી પરંતુ આગામી દિવસોમાં સમીક્ષા કરીને નિર્ણય લેવામાં આવશે.

 


કલેકટરે વધુમાં જણાવ્યું હતું કે, સૌરાષ્ટ્ર યુનિવર્સિટી કેમ્પસ પર આવેલ સમરસ હોસ્ટેલમાં 500 બેડ સાથે કોવિડ કેર સેન્ટર એકાદ-બે દિવસમાં શ કરવામાં આવશે. અહીં સામાન્ય લક્ષણ ધરાવતા દર્દીઓને સારવાર આપવાની સાથોસાથ ઓક્સિજન માટની પણ વ્યવસ્થા કરવામાં આવી છે. કેન્સર હોસ્પિટલમાં 192 બેડ સાથેની સુવિધા આવતીકાલથી શ કરવામાં આવશે તેમ જણાવતા કલેકટરે ઉમેર્યું હતું કે, વીરનગર ખાતે 100 બેડની હોસ્પિટલ કોવિડ કેર સેન્ટર માટે શ કરવામાં આવશે. આવી જ રીતે જસદણ, ધોરાજી અને ગોંડલમાં પણ કોવિડ કેર સેન્ટર શ કરવામાં આવશે.

 


રાજકોટ શહેરની હોસ્પિટલ બાબતે પૂછતા તેમણે જણાવ્યું હતું કે, આ બાબત સંપૂર્ણપણે મહાનગરપાલિકાના કાર્યક્ષેત્રમાં છે. નવી હોસ્પિટલો કે કોવિડ કેર સેન્ટર શરૂ કરવા હોય અથવા તો હોટેલમાં દર્દીઓને સારવાર આપવાની વ્યવસ્થા કરવાની હોય તો તેને મંજૂરી આપવી કે કેમ તેનો નિર્ણય મહાનગરપાલિકાનું તંત્ર લઈ રહ્યું છે.

 


સમાજના અન્ય વર્ગની માફક પત્રકારોને પણ વેક્સિનેશન માટેની ચચર્િ ગાંધીનગર ખાતે થઈ છે અને આ અંગે શું નિર્ણય આવે છે તેની રાહ જોવાઈ રહી છે તેમ કલેકટરે જણાવ્યું હતું.

 


એક સવાલના જવાબમાં કલેકટરે વધુમાં જણાવ્યું હતું કે, રાજકોટ જિલ્લામાં અત્યાર સુધીમાં 60 વર્ષથી વધુ વયના 57474 અને કોમોર્બિલિટીવાળા 13037 નાગરિકોને રસી આપવામાં આવી છે. કુલ 80511 લોકોને રાજકોટ જિલ્લામાં રસી આપવામાં આવી છે અને 350 સેન્ટર આ કામગીરી માટે કાર્યરત છે.


લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


કોરોના અંગેના મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં.  99251 12230  

View News On Application
RELATED NEWS