વેક્સિન લીધા પછી તાવ આવવો એ આડઅસર નહીં આવકાર્ય પ્રકિયા છે

  • April 11, 2021 03:25 AM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

હાલમાં કોરોના રસીકરણ અભિયાન પૂરજોશમાં ચાલી રહ્યું છે. જો કે, આ દરમિયાન અનેક અફવાઓ પણ સામે આવી રહી છે પરંતુ વેક્સિન એ ખરેખર વારયસ અથવા બેકટેરિયાનો નિષ્ક્રિય અથવા મૃત અવતાર હોય છે. હાલમાં કોરાનાની વેક્સિન જે લોકો લઈ રહ્યા છે એ બીજું કશું નથી પણ કોરોનાના જ જીવાણુ છે પણ એ મૃત છે અથવા એને નિષ્ક્રિય કરી દેવામાં આવ્યા છે. બહાર વાતાવરણમાં રહેલો કોરોના સક્રિય છે જે રોગ અને હાનિ ફેલાવે છે. જયારે વેક્સિનમાં રહેલા કોરોનાની રોગ પેલાવવાની ક્ષમતા નાબુદ-નિષ્ક્રિય કરી દેવામાં આવી છે માટે વેક્સિનમાં જે કોરોના જીવાણુંના અંશો છે તે મૃત અથવા નિષ્ક્રિય છે.

 


આ વેક્સિન જે તે પ્રાણી અથવા મનુષ્યમાંથી લીધેલા ટેસ્ટિંગ સેમ્પલના કલેકશનમાંથી આવા વાયરસને અલગ તારવવામાં (આઈસોલેટ) આવે છે. બાદમાં નિયત તાપમાને લેબોરેટરીમાં વિવિધ પરીક્ષણ અને રાયાયણિક પ્રક્રિયાઓના અંતે જે વાયરસને નિષ્ક્રિય કે મૃત કરીને સોલ્યુશન મારફતે ઈન્જેકશનમાં લેવામાં આવે છે. આ રીતે વેક્સિન તૈયાર થાય છે.

 


આપણા શરીરમાં વહેતા રકતકણો (આરબીસી જે ફેફસાને ઓક્સિજન પુરું પાડે છે) શ્ર્વેતકણો (ડબલ્યુબીસી જે રોગો સામે રક્ષણ કરે છે) અને ત્રાકકણો (પ્લેટોલેટસ જે લોહી જામવાની ક્રિયામાં અલગ અલગ રીતે મદદ કરે છે) સૈનિકોની જેમ કામ કરે છે. આ શ્ર્વેતકણો શરીરમાં જયારે વાયરસનો ચેપ લાગે ત્યારે લડવા પહોંચી જાય છે. આપણા શરીર માટે બહારથી પ્રવેશતા બેકટેરિયા, વાયરસ, વેક્સિનમાં રહેલો મૃત જીવાણું બધું જ એક આતંકવાદી માફક છે. જયારે કોઈપણ વાયરસનો ચેપ લાગે ત્યારે એ અજાણ્યા શત્રુને આપણા શ્ર્વેતકણો પડકાર આપે છે. એની સામે લડીને શરીરનું રક્ષણ કરે છે. આ પણા આ શ્ર્વેત સૈનિકો ખુબજ ઈન્ટેલિજન્ટ છે! એ લડતા લડતા શત્રુને (વાયરસને) મેમરીમાં યાદ રાખી લે છે એની વર્તણૂક, એણે કરેલ નુકસાન, એની લડત બધી જ માહિતી એ ભેગી કરીને આપણા ડિફેન્સ સીસ્ટમ એટલે કે, રોગો સામે લડતા રોગપ્રતિકારક તંત્રને આપે છે. પરિણામે આપણું શરીર રોગને એન્ટિબોડી તૈયાર કરે છે.

 

 

વેક્સિન લેવી જોઈએ
ઘણા લોકોના મનમાં પ્રશ્ર્ન હોય છે કે, વેક્સિન લેવી જોઈએ? જો ગંભીર બિમારી ન હોય તો કોઈપણ વ્યક્તિ વેક્સિન લઈ શકે છે. જેમને હાઈ બ્લડ પ્રેસર, ડાયાબિટીસ, થાઈરોઈડ હોય એમણે ડોકટરને બતાવી એમની દેખરેખ અને સૂચન હેઠળ ખાસ વેક્સિન લઈ લેવાય જેથી જો કોરોનાની ઝપેટમાં આવે તો ગંભીર અસર કે પરિણામથી બચી શકાય. વેક્સિન લેવાનો ફાયરદો એ છે કે, પાછળથી કોરોનાની ઝપેટમાં આવીએ તો પણ એની અસર બહ ખાસ નથી થતી અને સવર્ઈિવલ સહેલું રહે છે. હેરાન ઓછું થવું પડે.

 

વેક્સિનને લઈને સાંભળવા મળતી અફવાઓ
વોટસએપમાં અનેક અફવાઓ સામે આવી રહી છે. આવા લોકોમાં વિજ્ઞાનનું કશું જ્ઞાન હોતું નથી. તેથી તેમના પર ધ્યાન ન આપવું.

 

વેક્સિનની આડઅસર શું છે
ઘણાં લોકોને વેક્સિનની આડઅસર થતી હોવાની વાત સામે આવી છે પરંતુ હકીકતમાં વેક્સિનમાં રહેલ મૃત વાયરસ શરીરમાં ઈન્જેકશન મારફત દાખલ થાય ત્યારે આપણું શરીર-શ્ર્વેતકણો એને દુશ્મન સમજી પડકારે છે. આ પડકારનું પરિણામ છે તાવ, કળતર, દુખાવો, વાસ્તવમાં વેક્સિન લીધા બાદ તાવ આવવો એ આડઅસર નથી પણ આવકાર્ય પ્રક્રિયા છે જે સૂચવે છે કે, વેક્સિન અસર કરી રહી છે અને શરીરે એને યોગ્ય રિસ્પોન્સ/પ્રતિભાવ આપ્યો છે. વેક્સિન લીધાના ચાર છ કલાક બાદ આવું થઈ શકે છે. તાવ આવશે કે નહીં? કળતર થશે કે નહીં? આવી અનેક અસરનો આધાર વ્યક્તિની તાસીર અને વેક્સિનની અસરકારકતા ઉપર રહેલો છે. માટે વેક્સિન લીધા બાદ એકાદ દિવસ આવું થાય તો ગભરાવવું નહીં એ શરીરમાં થતી હકારાત્મક પ્રતિક્રિયા છે.

 

 

શું વેક્સિન લીધા બાદ પણ કોરોના થઈ શકે?
સામાન્ય રીતે વ્યક્તિની તાસીર મુજબ વેક્સિનના પહેલા અને બીજા ડોઝ બાદ અમુક અઠવાડિયામાં શરીરમાં સામે લડતા એન્ટિબોડી બનવાનું શ થાય છે. આજ વેક્સિન લીધી અને આજ જ એન્ટીબોડી બની જાય તેવું ન થઈ શકે. વેક્સિન લીધા બાદ શરીમાં એન્ટિબોડી બનતા આશરે પંદરથી પચાસ દિવસ લાગી શકે. માટે વેક્સિન લીધા બાદ પણ જો વાતચેતી ન રાખીએ દોઢ-બે મહિનામાં કોરોના થઈ શકે. વેક્સિનનો મજબુત ફાયદો એ છે કે, જો એ લીધી હોય તો ગંભીર અસરથી ચોક્કસપણે બચી શકાય છે એ ઉપરાંત નાનપણથી ઓરી, અછબડા, હડકવા વગેરે જેવી કેટલીય વેક્સિન આપણે લઈને હાલ સામાન્ય જીવન જીવીએ છીએ. વેક્સિનનો ફાયદો છે. નુકસાન નથી. બીજુ કે હાલમાં વેક્સિન સિવાય અન્ય કોઈ વિકલ્પ નથી. આવનારા વર્ષોમાં જર કોરોના સામે વધુ અસરકારક વેક્સિન અને ટેબ્લેટ ફોર્મમાં મેડિસિન આવશે. ત્યાં સુધીમાં કોરોના જોડે જીવવું એટલું સામાન્ય લાગશે કે એક સમયે લોકડાઉન પણ કદાચ હાસ્યાસ્પદ લાગશે છતાં દવાના અભાવે જે તે સમયે એ નાખવું જરી હતું. હાલમાં કોઈ અન્ય દવા નથી ત્યારે માસ્ક, હાથની સફાઈ અને વેક્સિન થકી જ બચી શકાય તેમ છે.


લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


કોરોના અંગેના મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં.  99251 12230  

View News On Application
RELATED NEWS