રાજકોટ, સુરેન્દ્રનગર, ગાંધીનગર, અમદાવાદ અને કંડલામાં ગરમીનો પારો 40 ડિગ્રીને પાર

  • June 14, 2021 12:15 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

દરિયાકાંઠાના વિસ્તારોમાં ભેજનું પ્રમાણ જોરદાર વધી ગયું: બફારો અસહ્ય

 


વરસાદના અભાવે વાતાવરણમાં ગરમીનું પ્રમાણ સતત વધી રહ્યું છે રાજકોટ સુરેન્દ્રનગર કંડલા અમદાવાદ અને ગાંધીનગરમાં મહત્તમ તાપમાનનો પારો ફરી 40 ડિગ્રીને પાર કરી ગયો છે સમગ્ર રાજ્યમાં સૌથી ઊંચું તાપમાન સુરેન્દ્રનગરમાં 41.1 ડિગ્રી નોંધાયું છે.

 


રાજકોટમાં 40 અમદાવાદમાં 40 કંડલામાં 40.1 અને ગાંધીનગરમાં 40 ડિગ્રી મહત્તમ તાપમાન રહેવા પામ્યું છે દરિયાકાંઠાના વિસ્તારો માં ભેજનું પ્રમાણ વધી ગયું છે અને તેના કારણે ગરમીની સાથોસાથ બફારો પણ વધી જવા પામ્યો છે આજે સવારે પોરબંદરમાં 76 વેરાવળમાં 83 દ્વારકામાં 79 ઓખામાં 74 ભુજ માં 72 નલિયામાં 80 કંડલામાં 88 અને મહુવામાં 83 ટકા ભેજ નોંધાયો છે.

 


પવનની ગતિમાં પણ વધારો થયો છે અને રાજકોટમાં ગઇકાલે સાંજે 26 કિલોમીટરની ઝડપે પવન ફૂંકાયો હતો આ ઉપરાંત નલિયામાં16 અને કંડલામાં 24 કિલોમીટરની ઝડપે પવન ફૂંકાયો હતો. આકાશ માં છુટા છવાયા વાદળો છે ગરમીનું પ્રમાણ વધુ છે અને સવારે ભેજનું પ્રમાણ પણ વધુ રહેતું હોવાથી લોકો સવારથી જ ગરમી અને ભેજ નો સામનો કરી રહ્યા છે હવામાન ખાતાના જણાવ્યા મુજબ એકાદ સપ્તાહ સુધી ગરમી અને બફારાનું પ્રમાણ વધુ રહેશે જ્યાં સીબી કલાઉડ ફોર્મેશન થશે ત્યાં છુટા છવાયા ઝાપટા પડશે અને ચોમાસું શરૂ થયા બાદ ગરમી અને બફારા માં રાહત મળશે. 


લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


કોરોના અંગેના મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં.  99251 12230  

View News On Application
RELATED NEWS