ભુજ, પોરબંદર, સુરેન્દ્રનગર, કંડલા, ડીસા અને ગાંધીનગરમાં હીટ વેવ

  • March 17, 2021 10:35 AM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

છોટાઉદેપુર, દાહોદ, નર્મદા અને તાપી જિલ્લામાં તોફાની પવન અને વીજળીના ચમકારા સાથે શનિવારથી માવઠાની ચેતવણી



પોરબંદર ગીર સોમનાથ જિલ્લામાં બે દિવસની હીટ વેવની આગાહી હતી અને આ વિસ્તારોમાં મહત્તમ તાપમાનનો પારો બે ડિગ્રી જેટલો ઊચકાયો છે પોરબંદર ભુજ સુરેન્દ્રનગર ડીસા કંડલા અને ગાંધીનગરમાં મહત્તમ તાપમાન 40 ડિગ્રી લગોલગ પહોંચી ગયું છે સવારથી આકરો તાપ શરૂ થઈ જાય છે અને બપોરે ગરમા ગરમ લુ ફૂકાતી હોવાના કારણે લોકો હેરાન પરેશાન થઇ ગયા છે.

 


હવામાન ખાતાના જણાવ્યા મુજબ આજે પણ ગરમીનું જોર વધારે રહેશે અને અમુક વિસ્તારોમાં હીટ વેવ કન્ડિશન યથાવત રહેશે. દરમિયાનમાં શનિવારથી છોટાઉદેપુર દાહોદ નર્મદા અને તાપી જિલ્લાના અમુક સ્થળોએ તોફાની પવન વીજળીના ચમકારા સાથે માવઠાની શક્યતા છે પવનની ગતિ વધીને 40 કિલો મીટર આસપાસ છે એમ હવામાન ખાતું જણાવે છે આ તમામ જિલ્લાઓમાં શની અને રવિવાર બે દિવસ માટે માવઠાની શક્યતા દશર્વિવામાં આવી છે.


લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


કોરોના અંગેના મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં.  99251 12230  

View News On Application
RELATED NEWS