કોટડાપીઠા પંથકમાં વાવાઝોડા સાથે ત્રણ ઇંચ વરસાદથી ભારે નુકસાની

  • May 19, 2021 12:15 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

બાબરા તાલુકાના કોઠડાપીઠા સહિતના ગ્રામ્ય પંથકમાં વાવાઝોડાના પગલે મોડી રાત્રીથી ભારે પવન સાથે ત્રણ ઇંચ વરસાદ પડેલ, આ વાવાઝોડા‚પી કમોસમી વરસાદથી સૌથી વધુ નુકસાન મુંયાપશુઓના ઘાસચારો નાશ પામતા પશુપાલકોને હાલત કફોડી બની છે તેમજ ખેડૂતોને ઉનાળુ મોલ જેવા કે તલી, મગ, બાજરી વગેરે પાકોને ભારે નુકસાન થયેલ છે. વીજપોલ પડી જવા, વીજવાયર ભેગા થવાના બનાવો બનેલ છે. ગઇકાલે મોડી રાત્રીથી વીજ પુરવઠો ઠપ્પ થયેલ છે. જે મંગળવારે સાંજ સુધી પૂર્વવત થયો ન હતો.


દુકાનોના બોર્ડ, હોર્ડિંગ, વૃક્ષો ભારે પવનને કારણે ધરાશાયી થયા હતાં. વાવાઝોડાને લીધે વૃક્ષોમાં રહેતા પક્ષીઓ, ચકલાઓના મોત થયા છે. આ વાવાઝોડાંથી કોટડાપીઠા આજુ-બાજુ ગામડામાં પણ ખેડૂતોને ઉનાળુ પાક તલી, મગ, બાજરીને વ્યાપક નુકસાન થયેલ છે. આ વાવાઝોડાંના લીધે વીજપુરવઠો ગઇકાલે રાત્રીના ૧૧ વાગ્યે ગુલ થયેલ છે જે આ લખાય છે ત્યારે બીજા દિવસે સાંજના ૫ વાગ્યા સુધી ચાલુ થયેલ નથી. વીજ પુરવઠો ગુલ થવાથી લોકોને પાણીની સમસ્યા તથા અનાજ દળવાની ઘંટી બંધ રહેતા રોજે રોજનું ખાનાર વર્ગ મુશ્કેલીમાં મુકાયો હતો.


લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


કોરોના અંગેના મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં.  99251 12230  

View News On Application
RELATED NEWS