એક બાજુ ધોધમાર વરસાદ, બીજી બાજુ પાણીકાપ

  • July 24, 2021 05:30 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

આજે રાજકોટ, જામનગર, મોરબી, દ્રારકા અને કચ્છ જિલ્લામાં ભારે વરસાદની ચેતવણી


લાંબો સમય સુધી રાહ જોવડાવ્યા બાદ આજે બપોરે રાજકોટમાં એકાએક જોરદાર વરસાદ પડો હતો આકાશ કાળા ડિબાંગ વાદળોથી ધરાઈ ગયા બાદ મેઘરાજાએ પધરામણી કરી હતી હવામાન ખાતાના જણાવ્યા મુજબ આજે રાજકોટ જામનગર મોરબી દ્રારકા અને કચ્છ જિલ્લામાં અમુક સ્થળોએ ભારે વરસાદની અને બાકીના સ્થળોએ છુટા છવાયા હળવાથી મધ્યમ વરસાદની શકયતા છે.

 


હવામાન ખાતાએ જાહેર કરેલા બુલેટિનમાં જણાવાયા મુજબ આવતીકાલે અમરેલી ભાવનગર ગીર સોમનાથ અને બોટાદ જિલ્લામાં અમુક સ્થળોએ ભારે વરસાદ પડશે. સૌરાષ્ટ્ર્ર ઉપરાંત ગુજરાતમાં બનાસકાંઠા સાબરકાંઠા અરવલ્લી દાહોદ અને મહીસાગર જિલ્લામાં અમુક જગ્યાએ ભારેથી અતિભારે વરસાદની સંભાવના વ્યકત કરવામાં આવી છે આણદં ભચ નવસારી વલસાડ જિલ્લામાં ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે.

 


હવામાન ખાતાના જણાવ્યા મુજબ ઝારખડં અને છત્તીસગઢમાં વચ્ચે લો પ્રેશર સર્જાયું છે અને સાથોસાથ સાયકલોનિક સરકયુલેશન પણ જોવા મળ્યું છે ઉત્તર ગુજરાતથી મધ્યપ્રદેશ વચ્ચે ટ્રફ જોવા મળ્યું છે અને આ સિસ્ટમ લો પ્રેશર તથા સાયકલોનિક સરકયુલેશનના વિસ્તાર વચ્ચેથી પસાર થતી હોવાથી ઉત્તર ગુજરાતમાં બનાસકાંઠા સાબરકાંઠા અરવલ્લી દાહોદ અને મહીસાગર જિલ્લામાં અમુક સ્થળોએ ભારેથી અતિભારે વરસાદની સંભાવના ઉભી થઈ છે. હવામાન ખાતાના જણાવ્યા મુજબ સોમવારે વરસાદની માત્રા અને વ્યાપ મર્યાદિત થઇ જશે અને દક્ષિણ ગુજરાતમાં નવસારી વલસાડ દમણ દાદરા નગર હવેલી વિસ્તારમાં અમુક સ્થળોએ ભારે વરસાદની શકયતા છે તે સિવાયના રાયના અન્ય વિસ્તારોમાં છુટા છવાયા ઝાપટાઓ ચાલુ રહેશે મંગળવારે અને બુધવારે સમગ્ર ગુજરાતમાં ભારે વરસાદની સંભાવના નહિવત છે.

 

હોસ્પિટલ ચોક બ્રિજ નીચેથી પાણીની લાઈન નીકળી સ્થળાંતર માટે મંગળવારે એકસાથે છ વોર્ડમાં પાણીકાપ


રાજકોટ મહાપાલિકાના ઈચ્છાધારી ઈજનેરોએ સિવિલ હોસ્પિટલ ચોક બ્રિજ પ્રોજેકટના કામમાં વધુ એક રોન કાઢી છે. હોસ્પિટલ ચોક બ્રિજનું યાં આગળ નિર્માણ થઈ રહ્યું છે તેની નીચેથી પાણીની મુખ્ય લાઈન નીકળી છે અને તે લાઈન બ્રિજના નિર્માણમાં નડતરરૂપ થતી હોય હવે તેનું સ્થળાંતર કરવા માટે કાર્યવાહી કરવામાં આવનાર છે. આ કાર્યવાહીના ભાગરૂપે આગામી તા.૨૭–૭–૨૦૨૧ને મંગળવારના રોજ સેન્ટ્રલ ઝોન હેઠળના વોર્ડ નં.૨,૩,૭ અને ૧૪ તેમજ ઈસ્ટ ઝોન હેઠળના વોર્ડ નં.૪ અને ૫ સહિત કુલ છ વોર્ડમાં પાણી વિતરણ બધં રાખવાની સત્તાવાર જાહેરાત કરવામાં આવી છે.

 


વિશેષમાં મહાપાલિકાના ઈજનેરી સૂત્રોએ જણાવ્યું હતું કે, બેડીથી યુબિલી તરફ આવતી પાણીની પાઈપલાઈન હોસ્પિટલ ચોક બ્રિજ નીચે નડતરરૂપ હોવાથી તેને ફેરવવાની કામગીરી કરવાની થતી હોય યુબિલી વોટરવર્કસ ઝોન હેઠળના વોર્ડ નં.૨ અને ૩, જિલ્લાગાર્ડન હેડ વર્કસ હેઠળના વોર્ડ નં.૭ અને ૧૪ તેમજ બેડી હેડ વર્કસ તેમજ ગ્રીનલેન્ડ હેડ વર્કસ હેઠળના વોર્ડ નં.૪ અને ૫ સહિત કુલ ૬ વિસ્તારોમાં તા.૨૭–૭–૨૦૨૧ને મંગળવારના રોજ પાણી વિતરણ બધં રહેશે.

 


અત્રે ઉલ્લેખનીય છે કે, રાજકોટમાં પાણી અને ભૂગર્ભ ગટરની લાઈનો કયાંથી કયાં નીકળે છે તેના કોઈ જ નકશા મહાપાલિકા પાસે ઉપલબ્ધ નથી. યારે પણ બ્રિજ પ્રોજેકટ હાથ પર લેવામાં આવે ત્યારે ખોદકામ શરૂ થયા બાદ નીચેથી પાણીની કે ડ્રેનેજની મુખ્ય લાઈનો નીકળે છે અને પરેશાનીનો પાર રહેતો નથી. બ્રિજનું નિર્માણકાર્ય શરૂ થતા પૂર્વે આ પ્રકારની યુટીલીટી લાઈન્સનું થઈ જવું જોઈએ તો જ કામ ઝડપી થઈ શકે અન્યથા વિલંબિત જ થતું રહે. ભૂતકાળમાં ૫થી ૬ બ્રિજ પ્રોજેકટ હાથ ધરાયા તેમાં પણ આ પ્રકારની ઘટનાઓ બની હતી પરંતુ તંત્રવાહકો કે ઈચ્છાધારી ઈજનેરોએ તેમાંથી કોઈ જ બોધપાઠ મેળવ્યો નથી તે ઉપરોકત ઘટના પરથી પૂરવાર થયું છે.

 


લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


કોરોના અંગેના મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં.  99251 12230  

View News On Application
RELATED NEWS