દિલ્હીમાં અતિભારે વરસાદ, ૧૧ વર્ષનો રેકોર્ડ તૂટયો

  • September 11, 2021 02:36 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

રાજધાની દિલ્હીમાં અતિભારે વરસાદ વરસી ગયો છે અને આજે પણ વરસાદ ચાલુ રહ્યો છે અને ગઈકાલે રાતથી શરૂ થયેલા ધોધમાર વરસાદને પગલે નવી દિલ્હીમાં ઠેર-ઠેર પાણી ભરાઈ ગયા છે અને વાહન વ્યવહારને અસર પહોંચી છે.

 

સત્તાવાર અહેવાલ માં જણાવ્યા મુજબ દિલ્હીમાં 11 વર્ષનો રેકોર્ડ તૂટી ગયો છે અને ભયંકર વરસાદ પડ્યો છે એ જ રીતે ઉત્તર પ્રદેશ અને બિહાર સુધી વરસાદ નો રાઉન્ડ ચાલુ થયો છે. દિલ્હીના નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાઈ ગયા છે અને સેંકડો લોકોને સલામત સ્થળે ખસેડવામાં આવ્યા છે. અનેક માર્ગો બંધ કરી દેવા પડ્યા છે. વિમાની સેવાને પણ અસર પહોંચી છે.

 

હજુ પણ આગામી 12 કલાક સુધી દિલ્હીમાં અતિભારે વરસાદ પડવાની હવામાન ખાતા દ્વારા આગાહી કરવામાં આવી છે. દિલ્હી અને આસપાસના વિસ્તારોમાં હવાની રફતાર પણ ખૂબ જ વધી ગઈ છે અને જનજીવન પર વિપરીત અસર થઈ છે.

 

દરમિયાનમાં ઉત્તરપ્રદેશ અને બિહારમાં પણ ગઈકાલે રાત્રે જોરદાર વરસાદ પડયો હતો અને આજે પણ વરસાદ ચાલુ રહ્યો હોવાના અહેવાલો બહાર આવ્યા છે. આ તમામ રાજયોમાં આગામી ૨૪ કલાકમાં વધુ વરસાદ પડવાની આગાહી કરવામાં આવી છે.


લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


કોરોના અંગેના મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં.  99251 12230  

View News On Application
RELATED NEWS