ગાંધીનગર, અમદાવાદ, ખેડા, આણંદ, સુરત, નવસારી જિલ્લામાં જોરદાર વરસાદ

  • June 05, 2021 10:40 AM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

ખેડામાં ૪, માતર–આણંદમાં ત્રણ ઈંચ વરસાદ: ૨૨ જિલ્લાના ૮૨ તાલુકામાં મેઘમહેરછેલ્લા ત્રણ દિવસથી ગુજરાતના અલગ અલગ વિસ્તારોમાં વરસી રહેલા વરસાદે આજે અમદાવાદ ગાંધીનગર ખેડા આણદં સુરત નવસારી વડોદરા તાપી નર્મદા સાબરકાંઠા જિલ્લામાં મહેર કરી છે. સ્ટેટ કંટ્રોલના સત્તાવાર સાધનોના જણાવ્યા મુજબ ખેડામાં ૪, માતર અને આણંદમાં ૩ ઈંચ વરસાદ વરસ્યો છે.

 


આ ઉપરાંત આણદં જિલ્લામાં આંકલાવમાં ૩૩ સોજીત્રામાં ૩૧ તારાપુરમાં ૩૦ સુરત જિલ્લાના ઉમરપાડા માં ૬૨ માંગરોળમાં ૫૮ મહત્પધામાં ૫૦ અમરેલીમાં ૩૬ નવસારી જિલ્લાના જલાલપોર ૪૨ ગાંધીનગરમાં ૧૬ ગાંધીનગર જિલ્લાના કલોલમાં ૩૧ વડોદરા જિલ્લાના પાદરા માં ૩૨ તાપી જિલ્લાના ડોલવણમાં ૩૭ અમદાવાદમાં ૨૪ મિલિમીટર વરસાદ નોંધાયો છે.

 


રાય કન્ટ્રોલ મના સત્તાવાર સાધનોના જણાવ્યા મુજબ આજે સવારે આઠ વાગે પુરા થતાં ૨૪ કલાકમાં ગુજરાતના ૨૨ જિલ્લાના ૮૨ તાલુકામાં સામાન્ય ઝાપટા થી ૪ ઈંચ વરસાદ થયો છે આગામી દિવસોમાં પણ હજુ વરસાદ ચાલુ રહેશે તેવી આગાહી કરવામાં આવી છે.

 


હજુ ચાર દિવસ વરસાદની આગાહી
હવામાન ખાતાના જણાવ્યા મુજબ આગામી ચાર દિવસ માટે સૌરાષ્ટ્ર્ર સહિત રાયના અનેક વિસ્તારોમાં હળવાથી મધ્યમ વરસાદની આગાહી છે આ ચાર દિવસ દરમિયાન વરસાદની સાથોસાથ ૩૦થી ૪૦ કિલોમીટરની ઝડપે પવન ફંકાશે. આજે સૌરાષ્ટ્ર્રમાં અમરેલી ભાવનગર બોટાદ અને સુરેન્દ્રનગર જિલ્લામાં વરસાદની આગાહી છે આવતીકાલે અમરેલી ભાવનગર ગીર સોમનાથ જુનાગઢ જિલ્લામાં અને સોમવારે ગીર સોમનાથ જૂનાગઢ પોરબંદર તથા મંગળવારે પોરબંદર અમરેલી જૂનાગઢ અને ગીર–સોમનાથ જિલ્લામાં વરસાદની આગાહી કરવામાં આવી છે.

 


બંગાળની ખાડીમાં તારીખ ૧૧ના લો પ્રેસર: નૈઋત્યનું ચોમાસું ઝડપથી આગળ વધશે
તારીખ ૩ ના રોજ કેરળમાં નૈઋત્યનું ચોમાસુ બેસી ગયા બાદ તે ઝડપભેર આગળ વધી રહ્યું છે. આજે મહારાષ્ટ્ર્ર ગોવા કર્ણાટક આંધ્ર પ્રદેશ તેલંગાણા તામિલનાડુ માટે પહોંચી ગયું છે અને અણાચલ માં ભારે વરસાદ વરસી રહ્યો છે. હવામાન ખાતાના સત્તાવાર સાધનોના જણાવ્યા મુજબ બંગાળની ખાડીમા નોર્થ વેસ્ટ દિશામાં લો પ્રેશર તારીખ ૧૧ આસપાસ ઉવશે અને તેના કારણે ઓડિશા સિક્કીમ ઝારખડં બિહાર સહિતના જિલ્લાઓમાં નૈઋત્યનું ચોમાસું ઝડપભેર ફરી વળશે


લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


કોરોના અંગેના મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં.  99251 12230  

View News On Application
RELATED NEWS