રાજકોટ અને ઉપલેટામાં 2 ઈંચ, કોટડામાં દોઢ, ગોંડલમાં એક ઈંચ વરસાદ

  • June 21, 2021 11:00 AM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

વિંછીયા-લોધિકામાં અડધો ઇંચ: અન્યત્ર ઝાપટારાજકોટમાં ગઈકાલે બપોરે જોરદાર વરસાદ શરૂ થયો હતો અને બે ઇંચ જેટલું પાણી પડી ગયું છે સારા વરસાદને કારણે શહેરમાં અનેક જગ્યાએ પાણી ભરાયા હતા અને વરસાદ માણવા માટે લોકો રવિવારની રજામાં મોટી સંખ્યામાં બહાર નીકળી જતા અનેક સ્થળોએ ટ્રાફિક જામના દ્રશ્યો સર્જાયા હતા.

 


રાજકોટ ઉપરાંત જિલ્લામાં ઉપલેટામાં પણ બે ઇંચ વરસાદ પડી ગયો છે. કોટડાસાંગાણીમાં દોઢ અને ગોંડલમાં એક ઈંચ વરસાદ પડ્યો છે. લોધીકા અને વિછીયા તાલુકામાં અડધો ઇંચ વરસાદ નોંધાયો છે ધોરાજી જામકંડોરણા જસદણ જેતપુર પડધરી માં સામાન્ય ઝાપટાઓ પડ્યા છે.

 

મહેમદાવાદમાં 5, સિદ્ધપુરમાં સાડા ચાર ઈંચ વરસાદ
ખેડા, પાટણ, બનાસકાંઠા, અમદાવાદ, મહેસાણા, પંચમહાલ, સુરત, વલસાડ, જિલ્લામાં 2 થી 5 ઈંચ: 170 તાલુકામાં વરસાદસતત ચોથા દિવસે રાજ્યમાં મેઘમહેર ચાલુ રહી છે અને ખેડામાં સાડા ત્રણ ઇંચ મહેમદાવાદમાં પાંચ ઈંચ પાટણ જિલ્લાના સિદ્ધપુરમાં સાડા ચાર ઈંચ અને માતરમા ત્રણ ઇંચ વરસાદ થયો છે.

 


આ ઉપરાંત બનાસકાંઠા જિલ્લાના વડગામમાં અઢી અમદાવાદ જિલ્લાના માંડણ માં અઢી, મહેસાણા જિલ્લાના ઊંઝામાં સવા બે પંચમહાલ જિલ્લાના ઘોઘંબા 2 સુરત જિલ્લાના ઉમરપાડા વલસાડ જિલ્લાના વાપી અને મહેસાણા જિલ્લાના કડી માં બે-બે ઈંચ વરસાદ થયો છે.

 


સ્ટેટ કંટ્રોલ રૂમના સત્તાવાર સાધનોના જણાવ્યા મુજબ આજે સવારે આઠ કલાકે પુરા થતાં 24 કલાક દરમિયાન રાજ્યના 33 જિલ્લા માં 170 તાલુકામાં સામાન્યથી જોરદાર વરસાદ થયો છે.


લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


કોરોના અંગેના મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં.  99251 12230  

View News On Application
RELATED NEWS