બંગાળમાં હિંસક ઘટનાઓ વચ્ચે બીજા તબક્કામાં પણ ભારે મતદાન

  • April 01, 2021 08:35 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

સવારના 9 વાગ્યા સુધીમાં આસામમાં 10.51% અને પ.બંગાળમાં 13.14% મતદાન નોંધાયું: બધાની નજર હાઈ પ્રોફાઈલ નંદીગ્રામ બેઠક પર છે જ્યાં મુખ્યમંત્રી મમતા બેનજીર્ અને ભાજપના સુવેન્દુ અધિકારી વચ્ચે સીધી ટક્કર છેપશ્ચિમ બંગાળ અને આસમમાં આજે વિધાનસભા ચૂંટણીના બીજા તબક્કાનું મતદાન થઈ રહ્યું છે. બધાની નજર હાઈ પ્રોફાઈલ નંદીગ્રામ બેઠક પર છે. જ્યાંથી મુખ્યમંત્રી મમતા બેનજીર્ અને તેમના પૂર્વ સહયોગી જેઓ ભાજપમાંથી ચૂંટણી લડી રહ્યા છે તે સુવેન્દુ અધિકારી વચ્ચે સીધી ટક્કર છે. ચૂંટણી પંચના જણાવ્યાં મુજબ સવારે 9 વાગ્યા સુધીમાં આસામમાં 10.51 ટકા અને પશ્ચિમ બંગાળમાં 13.14 ટકા મતદાન નોંધાયું છે. આજે હિંસક ઘટનાઓ વચ્ચે ભારે મતદાન થઇ રહ્યુ છે. મિદનાપુર પાસે તૃણમુલ કોંગ્રેસના એક કાર્યકરની હત્યા થઇ ગઈ છે તો બીજી ઘટનામાં ભાજપ્ના કાર્યકરો ઉપર હુમલાની ઘટના પણ સામે આવી છે.

 


- એક સીએઙ્કીએફ જવાન કમલ ગાંગુલીએ પશ્ચિમ બંગાળના દક્ષિણ 24 પરગણા જિલ્લામાં મતદાન કેન્દ્ર પર ફાંસી લગાવી લીધી. જવાન ચૂંટણી ડ્યૂટીમાં તૈનાત હતો. તેણે પોલિંગ બૂથની અંદર જ આત્મહત્યા કરી.

 


- નંદીગ્રામમાં મત આપ્યા બાદ ભાજપ્ના ઉમેદવાર શુવેન્દુ અધિકારીએ કહ્યું કે હું મોટી સંખ્યામાં લોકોને મતદાન કરવાની અપીલ કરું છું. કારણ કે સમગ્ર દેશ નંદીગ્રામ તરફ જોઈ રહ્યો છે. લોકો રાહ જોઈ રહ્યા છે કે વિકાસ કે તૃષ્ટિકરણનું રાજકારણ જીતશે. ભાજપ્ના ઉમેદવાર શુવેન્દુ અધિકારીએ નંદીગ્રામમાં મતદાન કર્યું. મતદાન બાદ તેમણે કહ્યું કે બંગાળમાં ખેલા નહીં વિકાસ થશે.

 


પશ્ચિમ બંગાળ વિધાનસભા ચૂંટણીના આજે બીજા તબક્કાનું મતદાન છે. સવારે સાત વાગ્યાથી શરૂ થયેલું મતદાન સાંજે 6 વાગ્યા સુધી ચાલશે. બીજા તબક્કામાં 4 જિલ્લાની 30 બેઠકો પર 191 ઉમેદવારો મેદાનમાં છે જેમના ભાગ્યનો ફેસલો 75 લાખ મતદારો કરશે.

 


પશ્ચિમ મેદિનીપુરની 9 બેઠકો, બાંકુડાની 8, દક્ષિણ 24 પરગણાની 4 અને પૂર્વ મેદિનીપુરની 9 બેઠક પર મતદાન થવાનું છે. અધિકારીઓએ જણાવ્યું કે ચૂંટણી પંચે તમામ 10,620 મતદાન કેન્દ્રોને સંવેદનશીલ જાહેર કરેલા છે અને કેન્દ્રીય દળોની લગભગ 651 કંપનીઓ તૈનાત કરાઈ છે.

 


પશ્ચિમ બંગાળ વિધાનસભા ચૂંટણીના બીજા તબક્કામાં બધાની નજર હાઈ પ્રોફાઈલ નંદીગ્રામ બેઠક પર ટકેલી છે. જ્યાં મુખ્યમંત્રી મમતા બેનજીર્ વિરુદ્ધ તેમના જ પૂર્વ સહયોગી અને ભાજપ્ના ઉમેદવાર શુવેન્દુ અધિકારી મેદાનમાં છે.

 


આસમમાં 39 બેઠકો માટે 345 ઉમેદવારો મેદાનમાં
આસામ વિધાનસભા ચૂંટણીના બીજા તબક્કાનું મતદાન આજે સવારે 7 વાગે શરૂ થયું અને સાંજે 6 વાગ્યા સુધી ચાલશે. બીજા તબક્કામાં 13 જિલ્લાની 39 બેઠકો માટે 345 ઉમેદવારો મેદાનમાં છે. જેમાંથી 26 મહિલાઓ છે. 73 લાખ જેટલા મતદારો આ ઉમેદવારોના ભાગ્યનો નિર્ણય કરશે.


લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


કોરોના અંગેના મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં.  99251 12230  

View News On Application
RELATED NEWS