જડીબુટ્ટી તરીકે જાણીતી 'ચા' જો આવી રીતે પીવામાં આવે તો થઈ શકે છે બીમારીઓ 

  • September 07, 2021 10:11 AM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

ચા ભારતીયો માટે જીવનના સાર જેવી છે. ઘરમાં કોઈ મહેમાન આવે, વરસાદ, હોય, ઠંડી હોય, થાક લાગ્યો હોય, માથું દુ:ખતું હોય કે પછી આળસ આવી રહી હોય, આ બધા માટે આપણને એક જ વિકલ્પ સમજમાં આવે છે અને તે છે ચા. પરંતુ ચાની બાબતમાં એક ભૂલ આપણામાંથી મોટાભાગના લગભગ રોજ કરે છે.

 

ઠંડી ચા ગરમ કરીને ન પીવી 

 

આ ભૂલ છે કે એક વખત વધારે ચા બનાવી દેવાની અને પછી તેને ગરમ કરીને પીધે રાખવાની. પણ, શું તમને ખબર છે આવું કરવાથી શરીરને ઘણું જ નુકસાન થાય છે? ચાલો જાણીએ ઠંડી થઈ ગયેલી ચાને ગરમ કરી શા માટે ફરી ન પીવી જોઈએ? ચાને બનાવ્યા પછી મૂકી રાખી હોય અને તેને ફરી ગરમ કરીને પીવાથી સૌથી મોટું નુકસાન એ છે કે, તેનાથી ચાનો સ્વાદ અને સુગંધ ગાયબ થઈ જાય છે. એટલું જ નહીં. ચાને ફરીથી ગરમ કરવાથી તેમાં રહેલા પોષક તત્વો પણ રહેતા નથી.

 

તત્વો નાશ પામે 

 

જ્યારે પણ તમે ઠંડી ચાને ફરીથી ગરમ કરીને પીવો છો ત્યારે તેમાં રહેલા બધા તત્વો નાશ પામે છે. આવી ચા પીવાથી ઝાડા, ઉલટી, પેટમાં દુખાવો, પાચનમાં સમસ્યા વગેરે જેવી સમસ્યા થઈ શકે છે. એટલા માટે ઠંડી થઈ ગયેલી ચાને ફરીથી ગરમ કરીને ન પીવી જોઈએ.

 

બેક્ટેરિયા જોવા મળે 

 

જો તમે ચાને લાંબા સમય સુધી એટલે કે લગભગ ૪ કલાક સુધી છોડી દો છો, તો આ દરમિયાન ચામાં ઘણા બેક્ટેરિયા અને જીવાણું પ્રવેશ કરી જાય છે. એવામાં જો તમે ચાને ફરી ગરમ કરો છો તો તેનાથી સ્વાદ તો બદલાઈ જ જાય છે, તે ઉપરાંત ચાની અંદર રહેલા બધા ફાયદાકારક પોષકતત્વો પણ બહાર નીકળી જાય છે. મોટાભાગના ભારતીયો દૂધવાળી ચા પીવે છે. તેમાં જલદી માઈક્રોબ્સ પેદા થવાનો ખતરો રહે છે. તે ઉપરાંત જો તમે હર્બલ ટી ગરમ કરીને પીવો છો તો તેમાં રહેલા બધા ગુણ પણ બહાર નીકળી જાય છે. એટલે ચાને વધારે સમય સુધી રાખી ન મૂકો અને ફરી ગરમ કરી ન પીવો.


લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


કોરોના અંગેના મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં.  99251 12230  

View News On Application
RELATED NEWS