વિધર્મી યુવાને સગીરાને ફસાવી અમદાવાદ મોકલી: પોલીસ હેમખેમ તરૂણીને પરત લાવી

  • February 02, 2023 10:35 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)


રાજસ્થાની શખસે સગીરાના માતાની જાણ બહાર તેના મોબાઇલમાંથી સગીરાના નંબર મેળવી લીધા'તા: ફરવા લઇ જવાનું કહી ફસાવી:પોકસો,અપહરણ,એટ્રોસિટીનો ગુનો નોંધાયો




કુવાડવા જીઆઇડીસીમાં કારખાનામાં કામ કરનાર રાજસ્થાની શખસે વાંકાનેર પંથકની સગીરાને મીઠી મીઠી વાતો કરાવી ફસાવી તેને ફરવા લઇ જવાનું કહી કારખાને બોલાવી હતી.બાદમાં અમદાવાદ મોકલી દીધી હતી.દરમિયાન સગીરના પરિવારને જાણ થઇ જતા આ શખસને કારખાનેથી જ ઝડપી લઇ પોલીસને જાણ કર હતી.બાદમાં અમદાવાદ પહોંચી ગયેલી સગીરાને હેમખેમ પરત લાવવમાં આવી હતી.આ અંગે સગીરની માતાની ફરિયાદ પરથી પોલીસે આરોપી સામે પોકસો,અપહરણ અને એટ્રોસીટી એકટની કલમ હેઠળ ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી કરી હતી.



આ બનાવની જાણવા મળતી વિગતો મુજબ,વાંકાનેર પંથકમાં રહેતા ૪૦ વર્ષીય મહિલાએ કુવાડવા પોલીસ મથકમાં નોંધાવેલી ફરિયાદમાં આરોપી તરીકે રાજસ્થાનના જોધપુરનો વતની અને હાલ કુવાડવા જીઆઇડીસીમાં પુજા ટેક્ષટાઇલ્સમાં કામ કરનાર હૈદરખાન જલાલખાન ભૈયાનું નામ આપ્યું છે.જેના આધારે પોલીસે આરોપી સામે આઇપીસીની કલમ ૩૬૩,૩૬૬ પોકસો અને એટ્રોસીટી એકટની કલમ હેઠળ ગુનો નોંધ્યો છે.



મહીલાના સંંબંધીએ જણાવેલી હકિકત મુજબ,ફરિયાદીના પતિને લકવા હોય અને ફરિયાદી અને તેની મોટી દીકરી અહીં કુવાડવા જીઆઇડીસીમાં કારખાનામાં કામ કરે છે.




આરોપીએ કોઇ રીતે ફરિયાદીના મોબાઇલમાંથી તેમની ધો.૧૦ માં અભ્યાસ કરતી ૧૫ વર્ષની દીકરીનો નંબર મેળવી લઇ તે તેની સાથે વાતો કરવા લાગ્યો હતો.બાદમાં તેણે સગીરાને ફરવા લઇ જવાની લાલચ આપી ફસાવી કારખાને બોલાવી હતી.પણ શેઠ હાજર હોય માટે હું કાલે અમદાવાદ આવીશ તું આજે ત્યાં પહોંચી જા તેમ કહી સાંજના તેને કારમાં બેસાડી અમદાવાદ મોકલી દીધી હતી.સગીરા સવારથી ઘરેથી નીકળી ગઇ હોય તેના પરિવારજનો તેની શોધતા હતા દરમિયાન હૈદર ભગાડી ગયાની શંકા જતા કારખાનાના મેનેજરને આ વાત કરતા હૈદરનો ભાંડો ફટી ગયો હતો.



બાદમાં પોલીસને જાણ કરતા કુવાડવા પોલીસે અમદાવાદ પોલીસને સંપર્ક કર્યેા હતો.સગીરા અમદાવાદ પહોંચી ગઇ હોય જેથી સ્થાનિક પોલીસે આ અંગે જાણ કરતા તેને હેમખેમ પરત લાવવામાં આવી હતી.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application