માતા–પિતાની કોરોના સારવારના નાણા માટે ડિપોઝિટ વટાવવા બાબતે હાઈકોર્ટનો માનવીય ચૂકાદો

  • May 17, 2021 04:40 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

ડિપોઝિટર પિતા વેન્ટિલેટર ઉપર હોઈ કઈં જ કરી શકે તેમ નથી: ડિપોઝિટમાંથી હોસ્પિટલ બિલ ચૂકવવા હાઈકોર્ટમાં ધા નાખી: ખાનગી હોસ્પિટલે પણ રોજેરોજની ફી ચૂકવી દેવાનો આગ્રહ ન રાખ્યો

 

 


હાલ કોરોના મહામારીની સારવારમાં હોસ્પિટલો દ્રારા મોંઘીદાટ જુદી જુદી ફી વસુલાતા દર્દીઓ સાજા થયા પછી પણ વરિ નાગરિકો આવક અને મૂડી વગર તેમનું જીવન નિર્વાહ કેમ કરી શકશે તે કરૂણ પ્રશ્ન છે. તેવા સમયે ખારા રણમાં મીઠી વિરડી સમાન હોસ્પિટલ, એડવોકેય અને હાઈકોર્ટના દાખવેલ માનવીય અભિગમને બિરદાવવા લાયક ઐતિહાસિક ચૂકાદો આપેલ છે.

 


આ કેસની હકિકતો એવી છે કે, અમદાવાદ ખાતે નિવૃત્ત રેલ કર્મી આનંદકુમાર હિંગોરાની કે જેમની ઉ.વ.આ. ૮૬ વર્ષ છે તેમને તથા તેમના પત્નીને કોરોનાનું બિમારી સબબ અમદાવાદ ખાતેની ખાનગી સર્જિકલ હોસ્પિટલ ખાતે તા.૧૮–૪–૨૧ અને તા.૨૧–૪–૨૧ના રોજ દાખલ કરવામાં આવેલ.

 


તેમની મરણમૂડી સમાન બચતો બેન્ક ઓફ ઈન્ડિયા, અમદાવાદમાં ફિકસ્ડ ડિપોઝિટ હતી. આનંદકુમાર અથવા તેમના પત્નીની સહીથી ઉપાડી શકવાની બેન્કને લેખિત સૂચના હતી. વધુમાં અસલૂ ડિપોઝિટ રસીદો પણ આનંદકુમાર હિંગોરાની પાસે હતી. દરમિયાન આનંદકુમારના પત્નીનું અવસાન થયેલ.

 


આનંદકુમાર અને તેમના પત્નીના ઈલાજ પાછળ ખુબ જ મોટો દૈનિક ખર્ચ થયો હોય, આનંદકુમારને બે પુત્રઓ તે પૈકી એક પુત્રી કોમલ મહેશ બાલચંદાણી અમદાવાદ તથા અન્ય પુત્રી અમેરિકા ખાતે રહે છે. અમદાવાદ ખાતે રહેતી પુત્રી અને જમાઈએ આનંદકુમાર અને તેમના પત્નીના હોસ્પિટલના બિલ્સ પોતાની બચતમાંથી ભરવાનું શરૂ કરેલ પરંતુ થોડાક દિવસોમાં દીકરી–જમાઈની બચતની રકમો પણ વપરાઈ ગઈ હતી.

 


પોતાની બચતોની રકમો વપરાઈ જતા દીકરી–જમાઈએ બેન્ક ઓફ ઈન્ડિયા અમદાવાદને વિનંતી કરેલ કે આનંદકુમાર હિંગોરાની બચતડિપોઝિટની રકમો દીકરી કોમલને ઉપાડવા પરવાનગી આપે જેથી આનંદકુમારનો ઈલાજ થઈ શકે. અસલ ડિપોઝિટની રસોદી પુત્રી કોમલ પાસે હતી નહીં અને પિતા આનદં વેન્ટિલેટર ઉપર કોરોનાનો ઈલાજ લેતા હતા જેથી તેઓ અસલ ડિપોઝિટ રસીદો આપી શકે તેવી માનસિક અને શારીરિક સ્થિતિમાં ન હતા જેથી બેન્ક દ્રારા પણ ડિપોઝિટ રકમ દીકરીને આપવા સમર્થતા દર્શાવવામાં આવી હતી.

 


જો કે તે વાત ઉલ્લેખનીય છે કે ઉપરોકત ખાનગી હોસ્પિટલ દ્રારા બિલની રકમો બાકી હોવા છતા માનવતા દાખવી ઈલાજ સારી રીતે ચાલુ રાખેલ.
આથી પિતાના ઈલાજ માટે ડિપોઝિટમાંથી નાણાં મેળવવા દીકરી દ્રારા તેમના પિતાના ઈષ્ટ્ર મિત્ર તરીકે ગુજરાત હાઈકોર્ટમાં રિટ પિટિશન દાખલ કરવામાં આવેલ અને ઉપરોકત હકિકતો પિટિશનમાં વર્ણવવામાં આવેલ અને હાઈકોર્ટ પાસે દાદ માગેલ કે આનંદકુમાર હિંગોરાની, પિતાની ડિપોઝિટ રકમોમાંથી બેન્ક સદર હોસ્પિટલના બિલ હોસ્પિટલને જે તે ચૂકવી આપે જેથી ઈલાજ ચાલુ રહી શકે અને પિતાનો જીવ બચાવી શકાય. હાઈકોર્ટ દ્રારા તમામ હકિકતો લયમાં લઈ બેન્કને આનંદકુમાર હિંગોરાની ડિપોઝિટની રકમમાંથી સદર દવાખાને ઈલાજ ચાલુ રહે અને કોરોનાના ઈન્ફેકશનમાંથી દર્દી સંપૂર્ણ બહાર ન આવે, સ્વસ્થ ન થાય ત્યાં સુધી બિલ્સની રકમ ચૂકવવા હુકમ કરેલ છે. હાઈકોર્ટનો હુકમ થયા બાદ બેન્ક દ્રારા આનંદકુમાર હિંગોરાની ડિપોઝિટની રકમોમાંથી બિલ મુજબની રકમો સદર દવાખાને ચૂકવવાનું શરૂ કરી દીધેલ છે.

 

 

આ કામમાં અરજદાર, પિટિશનર વતી હાઈકોર્ટમાં ગોગીયા એન્ડ ગોગીયા એસોસિએટસ તરફથી કોઈપણ પ્રકારના ખર્ચ કે ફી વગર માત્ર માનવતાને ધ્યાને લઈ એક જ દિવસમાં પિટિશન ડ્રાફટ કરીને હાઈકોર્ટમાં દાખલ કરી દીધેલ અને હાઈકોર્ટે પણ ત્વરીત સુનાવણી કરી આનંદકુમારનો જીવનદીપ જલતો રહે તે માટે અરજદારની તરફેણમાં માનવતાને મહેકાવતો માનવીય ચૂકાદો આપ્યો હતો. આ કામમાં હાઈકોર્ટમાં એડવોકેય રવિ ગોગીયા, આનદં ગોગીયા અને મુસ્કાન ગોગીયાએ કાયદાકીય છણાવટ સાથે લાગણીસભર દલીલો કરી હતી.


લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


કોરોના અંગેના મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં.  99251 12230  

View News On Application