રાજકોટમાં કોરોનાનાં સૌથી વધુ ૨૮૪૩ કેસ કાલાવડ રોડ અને અમિન માર્ગ પર: મહાપાલિકાએ કરી વિગતો જાહેર

  • May 20, 2021 05:11 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

રાજકોટ શહેરમાં કોરોનાની બીજી લહેર અત્યતં તીવ્ર રીતે પ્રસરી જતાં બીજી લહેરના સમયગાળામાં શહેરમાં કોરોનાના કુલ પોઝિટિવ કેસ ૨૨,૬૩૦ નોંધાયા છે અને સત્તાવાર કોવિડ ડેથ ૨૮૬ નોંધાયા છે. રાજકોટ મહાપાલિકાના તમામ ૧૮ વોર્ડમાં સૌથી વધુ ૨૮૪૩ કેસ પચ્છિમ ઝોન હેઠળના વોર્ડ નં.૮માં કાલાવડ રોડ અને અમિન માર્ગ પર નોંધાયા છે. જયારે બીજા ક્રમે ૨૨૮૬ કેસ વોર્ડ નં.૭માં યાજ્ઞિક રોડ, જાગનાથ, ઢેબર રોડ, ગોંડલ રોડ અને ટાગોર માર્ગ સહિતના વિસ્તારોમાં નોંધાયા છે. ત્રીજા ક્રમે ૧૭૦૦ કેસ વોર્ડ નં.૯ના યુનિવર્સિટી રોડ અને સાધુ વાસવાણી રોડ પર નોંધાયા છે.

 

 

 

રાજકોટ મહાનગરપાલિકામાં ગઈકાલે મળેલી જનરલ બોર્ડની મિટિંગમાં પૂર્વ વિપક્ષી નેતા અને હાલમાં વોર્ડ નં.૧૫ના કોર્પેારેટર તરીકે કાર્યરત વશરામભાઈ સાગઠિયાએ પ્રશ્નકાળમાં પૂછેલા એક સવાલના જવાબમાં મહાનગરપાલિકાએ કોરોનાની બીજી લહેર દરમિયાન તા.૧–૨–૨૦૨૧થી તા.૧૦–૫–૨૦૨૧ સુધીના સમયગાળામાં નોંધાયેલા કોરોનાના પોઝિટિવ કેસની સંખ્યા તેમજ આ સમયગાળામાં ડેથ ઓડિટ બાદ ડિકલેર કરાયેલા કોવિડ ડેથની વોર્ડવાઈઝ વિગતો જાહેર કરી હતી. ઉપરોકત સમયગાળામાં રાજકોટ શહેરમાં કોરોનાના કુલ ૨૨,૬૩૦ પોઝિટિવ કેસ નોંધાયા છે અને કુલ ૨૮૬ કોવિડ ડેથ થયા છે તેવો તંત્રએ લેખિત એકરાર કર્યેા હતો. મહત્વપૂર્ણ છે કે, ગઈકાલે મળેલી જનરલ બોર્ડની મિટિંગમાં કોરોનાના કેસ અને કોરોનાથી થયેલા મૃત્યુની ચર્ચા માટે વિપક્ષે સતત માગણી કરી હતી પરંતુ શાસકોએ પરાણે પાણીપ્રશ્નની વિસ્તૃત ચર્ચા કરી એક કલાકનો પ્રશ્નકાળ સમા કરી નાખ્યો હતો જેથી જનરલ બોર્ડમાં કોરોનાના કેસ અને મૃત્યુની ચર્ચા થઈ શકી ન હતી. સમગ્ર રાજકોટ શહેરમાં કોરોનાની બીજી લહેર અત્યતં ભયાનક બની હતી.

 


શહેરનો કોઈ વિસ્તાર એવો નથી કે જેમાં કોરોનાના કેસ મળ્યા ન હોય પરંતુ મહાપાલિકાના ઈસ્ટ, વેસ્ટ અને સેન્ટ્રલ ઝોન હેઠળના વિવિધ વોર્ડમાં સૌથી વધુ કેસ પિમ રાજકોટમાં મળ્યા છે તે બાબત જનરલ બોર્ડમાં રજૂ કરાયેલા સત્તાવાર જવાબ પરથી સાબીત થઈ રહી છે.

 


લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


કોરોના અંગેના મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં.  99251 12230  

View News On Application
RELATED NEWS