હેમંત બિસ્વ સરમા બનશે આસામના નવા મુખ્યમંત્રી, સોમવારે લેશે શપથ

  • May 09, 2021 02:13 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

આસામના નવા મુખ્યમંત્રી તરીકે હેમંત બિસ્વ સરમાના નામની ઘોષણા કરવામાં આવી છે. શનિવારથી અનેક રાઉન્ડ મીટિંગ બાદ સરમાના નામ પર આજે મહોર લાગી હતી . વિધાયક દળ ની બેઠક બાદ આસામના નિરીક્ષક તરીકે મોકલવામાં આવેલા કેન્દ્રીય કૃષિ પ્રધાન નરેન્દ્રસિંહ તોમરએ કહ્યું કે, સરમા આવતીકાલે એટલે કે સોમવારે મુખ્યમંત્રી પદના શપથ લેશે.

 

 

આસામ વિધાનસભાની 126 સભ્યોની બેઠકો પર ભાજપે 60 બેઠક પર વિજય મેળવ્યો છે, જ્યારે તેના ગઠબંધન ભાગીદાર આસામ ગણ પરિષદે નવ અને યુનાઇટેડ પીપલ્સ પાર્ટી લિબરલે છ બેઠકો જીતી લીધી છે. ભાજપે ચૂંટણી પહેલા તેના મુખ્ય પ્રધાનપદના ઉમેદવારની જાહેરાત કરી ન હતી. આવી સ્થિતિમાં ભાજપ હાઇ કમાન્ડે સર્વાનંદ સોનોવાલ અને હેમંત બિસ્વા સરમાને નવા મુખ્ય પ્રધાન અંગેનો  નિર્ણય લેવા માટે દિલ્હી બોલાવ્યા હતા. બંને નેતાઓએ ગઈકાલે દિલ્હીમાં ભાજપ અધ્યક્ષ જેપી નડ્ડા અને કેન્દ્રીય ગૃહ પ્રધાન અમિત શાહ સાથે ઘણી બેઠકો કરી હતી.


લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


કોરોના અંગેના મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં.  99251 12230  

View News On Application
RELATED NEWS
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)
Covid amongst kids
  • May 10, 2021