બોટાદ પંથકના હિરા દલાલ 1ર કરોડનું ચુકવણું કર્યા વગર ગાયબ
બોટાદ પંથકના હિરા દલાલ 1ર કરોડનું ચુકવણું કર્યા વગર ગાયબ
March 04, 2021 04:06 AM
મુંબઈ બીડીબી સાથે સંકળાયેલો અને બોટાદ પંથકનો સૌરાષ્ટ્રવાસી હીરાદલાલ 12 કરોડનું ચૂકવણું કયર્િ વગર ગાયબ થયો હોવાના મેસેજ સોશિયલ મીડિયામાં વાઇરલ થતા સુરત અને સૌરાષ્ટ્રના હિરાબજારમાં ચકચાર મચી ગઇ છે. જો કે કોનું કેટલું પેમેન્ટ ફસાયું તે વાત સ્પષ્ટ થઈ નથી. પાંચ દિવસથી આ દલાલ ગાયબ થતાં વેપારીઓએ તેનું નામ ફરતું કર્યું હતું. કોરોનાની સ્થિતિના કારણે સૌથી વધુ અસરગ્રસ્ત જેમ એન્ડ જ્વેલરી સેક્ટરમાં ઉઠમણાંની ચિંતા સેવાઈ રહી હતી પરંતુ પરિસ્થિતિ વિપરિત રહી હતી.
સારા વેપારની સ્થિતિ વચ્ચે મુંબઈનો એક હીરા દલાલ 12 કરોડની ચૂકવણી વગર નાસી ગયો હોવાનો મેસેજ બુધવારે સોશિયલ મીડિયા પર વાઇરલ થયો હતો. જેમાં પાછળથી સમાધાન થયું હોવાની વાત પણ સામે આવી છે. હીરા ઉદ્યોગમાં એક વર્ષથી ઉઠમણાના સમાચાર ઓચિંતા સાંભળતા ઓછા થઈ ગયા છે તેની પાછળનું કારણ સ્થાનિક તજજ્ઞો મર્યિદિત વેપાર હોવાનું જણાવી રહ્યા છે. જોકે, કોરોના પછી મોટી રકમના ઉઠમણાં થવાની જે ચિંતા વ્યક્ત થતી હતી. તેનાથી સ્થિતિ સાવ ઉલટી રહી છે. એક લાંબા સમય પછી મુંબઈના એક દલાલનું ઉઠમણું થયાની ચચર્એિ હીરા બજારમાં જોર પકડ્યું છે.